Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોટ માલિકોને ફાયદો કરાવી આપવા શરૃ કરાયેલા કૌભાંડની એસઓજી દ્વારા તપાસઃ
જામનગર તા. ૧૨ઃ ઓખામાં આર.કે. બંદર પર માછીમારી વિભાગને લગતા કામ કરતા બે ખાનગી એજન્ટની એસઓજી દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેઓની પૂછપરછમાં બનાવટી બોટના રજીસ્ટ્રેશન અને લાયસન્સ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. વધુ ઉંડી ઉતરેલી એસઓજીએ ભાવનગરના બે શખ્સ ઉપરાંત દ્વારકા જિલ્લાના ચાર બોટ એજન્ટ અને ૪૧ બોટ માલિકની અટકાયત કરી છે. કુલ ૧૪૫ બોટ માલિક વિરૃદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી અત્યાર સુધીમાં એસઓજીએ ૫૬ આરોપીની અટકાયત કરી છે અને બાવન બોટ સામે કાયદેસર કાર્યવાહી આરંભી છે.
બોટ માલિકો દ્વારા પોતાની જૂની માછીમારી બોટનું ગેરકાયદેસર રજીસ્ટ્રેશન કરાવી, ફીશીંગ લાયસન્સ મેળવવા માટે સ્થાનિક ફીશીંગ કન્સલટન્સીનું કામ કરતા ખાનગી એજન્ટોનો સંપર્ક કરતા હતા અને ત્યારબાદ ફીશીંગ કન્સલટન્સી એજન્ટ દ્વારા ભાવનગર વરની કોર્પોરેશન, હનુમંતા એન્ટરપ્રાઈઝ અને અલંગના શિવ ગ્લોબલ મરીન, ઈરમ એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢીના માલિકો સાથે મળી અગાઉથી હાજર જૂની બોટના માપ સાઈઝ અને વિગતો આ બોગસ પેઢીના માલિકોને મોકલી આપતા હતા.
જે વિગતોનો ઉલ્લેખ બીલમાં દર્શાવી ખોટા જીએસટીવાળા બીલ બનાવી અને બોગસ પેઢીના માલિકો એજન્ટોને મોકલી આપતા હતા. જે બીલમાં નવી બોટ ખરીદ કર્યા અંગેના ખોટા જીએસટી નંબરવાળા બનાવટી બીલ, બનાવટી ઈ-વે બીલ (ટ્રાન્સપોર્ટેશન), નવું એન્જીન ખરીદ કર્યાના જીએસટી નંબરવાળા બનાવટી બીલ ભાવનગરમાંથી વરની કોર્પોરેશન અને હનુમંતા એન્ટરપ્રાઈઝના સંચાલક તરૃણ સવાઈલાલ રાજપૂરા (નિવૃત્ત-સુપ્રિ., જીએમબી), અજય પ્રવીણભાઈ ચુડાસમા દ્વારા સોગંદનામા, ફોટોગ્રાફ વગેરે ભરી વીડિયો બનાવી રીયલ ક્રાફટ સોફ્ટવેરમાં અપલોડ કરતા હતા અને આ રીતે બનાવટી બોટ રજીસ્ટ્રેશન અને લાયસન્સ મેળવવામાં આવતા હતા.
તેના અનુસંધાને ગઈ તા.૧૮ જુનના દિને ઓખામાં આર.કે. બંદર પર ફીશરીઝ વિભાગને લગતા કામ કરતી રહેમત ફીશીંગ કન્સલટન્સીવાળા સાફીન શબ્બીર ભટ્ટી, રામદૂત ઝેરોક્ષવાળા સુનિલ મનસુખભાઈ નિમાવત અંગે વિગત મળતા એસઓજી દ્વારા તપાસ કરાઈ હતી. જેમાં આ બંને શખ્સ સામે અને ૯૩ બોટ માલિકો સામે ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો હતો. એસઓજીએ તપાસ કરતા કુલ બાવન બોટના બનાવટી દસ્તાવેજની મદદથી રજીસ્ટ્રેશન થયાનું બહાર આવ્યું હતું. હાલમાં કુલ ૧૪૫ બોટ સંચાલક સામે કાર્યવાહી કરાઈ છે.
તપાસમાં ખૂલ્યા મુજબ દ્વારકા જિલ્લાના ત્રણ, જામનગરના એક અને ભાવનગરથી બનાવટી પેઢીનું સંચાલન કરી બોટ તથા એન્જીનના બનાવટી બીલ આપનાર બે શખ્સ અને બોટ માલિક સહિત ૫૬ આરોપીની અટકાયત કરવામાં આવી છે.
બોટ માલિકોને નવી બોટની ખરીદીની જગ્યાએ જૂની બોટ પર જ નવા રજીસ્ટ્રી સર્ટીફિકેટ તથા બોટનું લાયસન્સ આપી બોટની ફીટનેસ યોગ્ય ન હોવાથી માછીમારી માટે દરિયામાં તે બોટ લઈ જવી જોખમી છે તેમ છતાં અને બનાવટી દસ્તાવેજ પર મોર્ગેજ લોન લઈ શકાય અને ઈંધણની સબસિડીનો પણ લાભ મળી શકે તેમજ જીએસટી નંબરવાળા બનાવટી બીલ આપી જીએસટી ભરવી ન પડે તે રીતે બોટ માલિકોને ફાયદો કરી આપવામાં આવતો હતો.
ભાવનગરના તરૃણ રાજપૂરા તથા અજય ચુડાસમાની અટકાયત ઉપરાંત દ્વારકા જિલ્લાના બોટ એજન્ટ સફીન શબ્બીર ભટ્ટી, સુનિલ નિમાવત અને હૈદરઅલી બશીર શેખ, અસગરઅલી હુસેન ગંઢાર નામના ચારની અટક કરાઈ છે. જ્યારે ઓખા, દ્વારકા, આરંભડા, બેટ દ્વારકા, રૃપેણ બંદર, સલાયા, પોસીત્રા, નાના આંબલા, રાજપરા, ભોગાતના ૪૧ બોટ માલિકની એસઓજીએ અટકાયત કરી છે. જ્યારે નવ બોટ માલિક શખ્સની અગાઉ અટકાયત કરી લેવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial