Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આગામી તા. ૮ થી તા. ૧૭/૧૦ દરમ્યાન આયોજનઃ
જામનગર તા. ૧: જામનગરના ચાંદીબજારમાં આવેલ શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં તા. ૮-૧૦ થી તા. ૧૭-૧૦ સુધી તપનું અનુષ્ઠાન તથા આધર્મિક ભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ (હસ્તે. સંઘમાતા હેમલતાબા શાહ પરિવાર) ના સૌજન્યથી આ મહોત્સવ યોજવામાં આવ્યો છે. મહોત્સવ દરમ્યાન આચાર્ય ગુરૂદેવ પ.પૂ. જશાજી મહારાજ સાહેબ, પ.પૂ. ભાનુબાઈ મ.સા. અને ગુરૂ પ.પૂ. દયાબાઈ મહાસતીજી તથા સંઘમાતા હેમલતાબા શાહની પુણ્યતિથિ નિમિત્તે દસ દિવસ સુધી આયંબિલ અને એકાસણાનું આ ઉપરાંત તા. ૧૪-૧૦ના પ.પૂ. ગુરૂણી દયાબાઈ મહાસતીજીની પુણ્યતિથિ નિમિત્તે ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ ૯ એકાસણા અને એક ઉપવાસ અથવા કુલ ૯ એકાસણા અને એક આયંબિલ પ્રમાણે તપ કરવાનું રહેશે. ત૫ કરવાની ભાવના ધરાવનારે ઉપાશ્રયમાં મંજુબેન મેતા, અનસુયાબેન અને રીટાબેનને નામ નોંધાવવાનું રહેશે.
૧૦ દિવસીય આ સાધર્મિક ભક્તિ મહોત્સવમાં અનાજ, તેલ, ઘીની કીટ આપી બહુમાન કરવામાં આવશે. સવારે ૮ થી ૮:૩૦ સુધીમાં પ્રવેશ કરી બપોરે ૧૨ થી ૧૨:૩૦ સુધીમાં ત્રણ, ચાર, પાંચ સામયિક કરી કાર્યકરો પાસે નામ લખાવી રોજે રોજના પાસ મેળવી લેવાના રહેશે. ત્યાર પછી લોકાગચ્છ જ્ઞાતિની વાડીમાં સાધર્મિક ભક્તિ (ભોજન) રાખવામાં આવી છે.
કીટના ફોર્મ તા. ૧-૧૦ના સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમ્યાન જયસુખલાલ મનસુખલાલ શાહ ઉપાશ્રય માંથી મેળવી લેવાના રહેશે. આ સંદર્ભે વધુ વિગત મેળવવા કાર્યકરો મંજુબેન મેતા, મો. ૯૮૨૪૫ ૪૭૬૫૩, અનસુયાબેન મો. ૯૭૨૫૬૨૬૭૪૨, રીટાબેન મો. ૭૫૬૭૮૮૨૭૭૨નો સંપર્ક કરવો. દુર રહેતા પરિવારોને ફોન મારફત માહિતી આપીને અનાજની કીટ તેમના સરનામે પહોંચાડવામાં આવશે. અનાજની કીટ માટે કોઈ પ્રશ્ન હોય તો દિપકભાઈ શાહ મો. ૯૮૨૪૨૪૦૬૬૦ અથવા મયુરભાઈ શાહ મો. ૯૮૨૫૨૧૧૨૫૮નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial