Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આંગણે જલારામ જયંતીની ઉજવણીઃ રઘુવંશી સમાજના સમૂહભોજન માટે તડામાર તૈયારી

જલારામ જયંતી મહોત્સવ સમિતિના નેજા હેઠળ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: ''છોટી કાશી'' જેવું ધર્મપારાયણ ઉપનામ ધરાવતા જામનગર શહેરના આંગણે શ્રી જલારામ જયંતી મહોત્સવ સમિતિના નેજા હેઠળ ૨૨૬ મી જલારામ જયંતી અવસરની ઉજવણી અંતર્ગત યોજાતા સમસ્ત લોહાણા સમાજના જ્ઞાતિ સમૂહ ભોજન(નાત) સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સંતશિરોમણી પ.પૂ. જલારામબાપાની ૨૨૬મી જલારામ જયંતીની ઉજવણી પ્રસંગે લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન(નાત) સહિતના કાર્યક્રમોની તૈયારીઓ શ્રી જલારામ જયંતી મહોત્સવ સમિતિના સ્થાપક સદસ્યો જીતુભાઈ લાલ સહિત રમેશભાઈ દતાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, મધુભાઈ પાબારી, મનીષભાઈ તન્નાના નેજા હેઠળ જલારામ જયંતી મહોત્સવ સમિતિના સદસ્યો સૌરભ બદિયાણી, ધવલ સોનછાત્રા, નિલ મોદી, રાજુ કાનાબાર, હસિત પોપટ, વ્યોમેશ લાલ, ધૈર્ય મપારા, કૌશલ દતાણી, રાજદિપ મોદી, હિરેન રૂપારેલીયા, નિશિત રાયઠ્ઠઠા, વિશાલ પોપટ, રવિ અઢિયા દ્વારા ઉત્સાહભેર *જલારામનગર*, પ્રણામી સંપ્રદાયનું મેદાન, હિરજી મિસ્ત્રી રોડ, નવાનગર બેંકની સામે પૂરજોશમાં ચાલી રહી છે.

વધુમાં દરેક જ્ઞાતિજનોએ ખાસ નોંધ લેવી કે જલારામ જયંતીના દિવસે સમૂહ ભોજન સ્થળે હિરજી મિસ્ત્રી રોડ પર આવેલ નવાનગર બેંકની સામે પ્રણામી સંપ્રદાયના મેદાનમાં પ્રવેશ દ્વાર રાખવામાં આવેલ છે જેમાંથી પ્રવેશ મેળવવો અને બીજા ગેઈટ પરથી પ્રસાદ લઈ બહાર નીકળવાનું રહેશે તથા આપના વાહનો ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેવી રીતે પાર્ક કરવા.

ખાસ જણાવવાનું કે જલારામ જયંતીના દિવસે સમૂહ ભોજન સ્થળે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજની વસતિ ગણતરીનું ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તો દરેક જ્ઞાતિજનોને નમ્ર વિનંતી કે પોતાના આધાર કાર્ડની નકલ અથવા મોબાઈલમાં આધાર કાર્ડનો ફોટો રાખવો જેથી વસતિ ગણતરીનું ફોર્મ ભરી શકાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh