Advertisement
Author: નોબત સમાચાર

દોડતી ટ્રેન પરથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચીંગ

આધુનિક્તાના ઈતિહાસમાં ભારતે લખ્યો નવો અધ્યાયઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. રપઃ પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ કરીને ભારતે આધુનિક્તાના ઈતિહાસમાં નવો અધ્યાય ઉમેર્યો છે.

ભારતે આધુનિક્તાના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખ્યો છે. પહેલીવાર ભારતે રેલ લોન્ચર પર આધારિત મોબાઈલ લોન્ચર સિસ્ટમથી અગ્નિ-પ્રાઈમ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષા કર્યું છે. આનો અર્થ એ થયો કે, ભારતને હવે શ્રીહરિકોટામાં મિસાઈલ લોન્ચ કરવા માટે લોન્ચર જેવા લોન્ચરની જરૂર રહેશે નહીં.

આ મિસાઈલને ચાલતી ટ્રેનમાં ગમે ત્યાંથી લોન્ચ કરી શકાય છે. અગ્નિ-પ્રાઈમ મિસાઈલ એ આગામી પેઢીની મિસાઈલ છે. ર,૦૦૦ કિ.મી. સુધીની રેન્જ માટે ડિઝાઈન કરાયેલ, તે અસંખ્ય અને વિવિધ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. ભારત હવે એવા ગણતરીના દેશોમાં સામેલ થઈ ગયું જેની પાસે મોબાઈલ રેલ નેટવર્કથી કેનિસ્ટરાઈઝ્ડ લોન્ચ સિસ્ટમ વિકસિત કરવાની ક્ષમતા છે.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સફળ એક્સ પર શુભકામના પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે, 'મધ્યમ અંતરની અગ્નિ-પ્રાઈમ મિસાઈલના સફળ ઊડાન પરીક્ષણ બદલ ડીઆરડીઓ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ અને શસત્ર દળોને અભિનંદન. આ સફળ ઊડાન પરીક્ષણે ભારતને એવા ગણતરીના દેશોમાં સમાવેશ કર્યો છે, જેની પાસે ચાલતા-ફરતા નેટવર્કથી કેનિસ્ટરાઈઝ્ડ લોન્ચ સિસ્ટમ વિકસિત કરવાની ક્ષમતા છે.'

નવી મિસાઈલની વિશેષતાઓ

તેની એડવાન્સ નેવિગેશન સિસ્ટમ સાથે, મિસાઈલ દુશ્મનના સ્થાનોને સચોટ રીતે નિશાન બનાવી શકે છે.

કોઈપણ પૂર્વશરતો વિના રેલ નેટવર્ક પર મુસાફરી કરવાની ક્ષમતા ધરાવે છે.

ઓછી વિઝિબિલિટી સાથે ઓછી પ્રતિક્રિયા સમયે પણ લોન્ચ કરી શકાય છે.

મિસાઈલને કેનિસ્ટર (બંધ બોક્સ) માં સંગ્રહિત કરવામાં આવે છે, જે તેને વરસાદ, ધૂળ અને ગરમીથી રક્ષણ આપે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh