Advertisement
Author: નોબત સમાચાર

હડીયાણામાં આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ અંતર્ગત સેમિનાર

ગુજરાત રાજ્ય સહકારી સંઘના ડાયરેક્ટરની અધ્યક્ષતામાં

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૧૩: આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ૨૦૨૫ની ઉજવણી તેમજ સહકાર મંત્રાલય દ્વારા તા. ૧ થી ૬ જુલાઈ દરમ્યાન વિવિધ કાર્યક્રમો દ્વારા સહકાર સપ્તાહ ઉજવવાનું નક્કી કરવામાં આવેલ હોઈ તેના ભાગરૂપે હડીયાણા દૂધ ઉત્પાદક સહકારી લિ. મું. હડીયાણા, તા. જોડીયામાં યોજવામાં આવેલ મોડેલ વાર્ષિક સાધારણ સભા પ્રસંગે જામનગર જિલ્લા સહકારી સંઘ દ્વારા એક સહકારી સેમિનાર સંઘની શિક્ષણ સમિતિના ચેરમેન અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના ડાયરેકટર છગનભાઈ એમ. પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

વાર્ષિક સાધારણની કાર્યવાહી જામનગર જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના સુપરવાઈઝર દીપકભાઈ ડાભી અને ભરતભાઈએ હાથ ધરેલ અને દૂધ સંઘની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત હડીયાણા સેવા સહકારી મંડળીના પ્રમુખ અને જામનગર જિલ્લા સહકારી સંઘના ડાયરેકટર મગનભાઈ કાનાણીએ સહકારી પ્રવૃત્તિનો ખ્યાલ આપી વધુમાં વધુ દૂધ ઉત્પાદકો મંડળીમાં જોડાય અને મંડળીમાં જ તેઓનું દૂધ ભરવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ-જામનગરની કચેરીના ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ કટારમલ 'આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-૨૦૨૫' અને 'સહકાર સપ્તાહ' ઉજવણી વિશે જાણકારી આપી હતી.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત જામનગર જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન કાંતિભાઈ ગઢીયાએ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની માહિતી આપતા જણાવેલ કે ગુજરાતમાં આજે પ્રાથમિક દૂધ ઉત્પાદકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. શ્વેત ક્રાંતિની પ્રશંસા આજે ફક્ત ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર રાષ્ટ્ર અને વિદેશોમાં 'અમુલ પેટર્ન' દૂધ સહકારી વ્યવસાયની પ્રશંસા થઈ રહી છે.

આ સેમિનારમાં ઉપસ્થિત જામનગર જિલ્લા સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રજ્ઞેશભાઈ નાકરાણીએ જણાવેલ કે ભારત એ ખેતીપ્રધાન દેશ છેે. ખેતી અને પશુપાલનએ આપણા દેશના સત્ત્વ અને તત્વ છે. દૂધ વ્યવસાય સફળ થયો છે તે એક ધંધા તરીકે નહીં પણ તે સહકારી જ છે માટે જ સફળ થયો છે.

આ સેમિનારના અધ્યક્ષ અને જામનગર જિલ્લા સહકારી સંઘની શિક્ષણ સમિતિના ચેરમેન અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના ડાયરેકટર છગનભાઈ એમ. પટેલે અધ્યક્ષસ્થાનેથી ગુજરાત રાજ્ય સહકારી સંઘ અને જિલ્લા સહકારી સંઘોની કામગીરી વિશે માહિતી આપી જણાવેલ કે દેશના આર્થિક વિકાસમાં સહકારી ક્ષેત્રનું વિશેષ યોગદાન રહેલું છે. ફક્ત દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં આપણાં દેશમાં ૨૨૮ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘો સાથે ૧,૪૯,૦૦૦ જેટલી દૂધ મંડળીઓમાં ૧૪૮ લાખ જેટલા દૂધ ઉત્પાદકો જોડાઈને પોતાનો આર્થિક અને સામાજિક વિકાસ સાધી રહ્યા છે. વધુમાં તેઓએ સહકાર મંત્રાલય દ્વારા આણંદમાં સ્થાપવામાં આવનાર 'ત્રિભોવન સરકાર યુનિવર્સિટી' ની માહિતી આપતા જણાવેલ કે આ યુનિવર્સિટી દ્વારા સહકારના જુદાજુદા વિષયો ઉપર ડિપ્લોમા, ગ્રેજ્યુકેશન અને પોસ્ટ ગ્રેજ્યુકેશનના કોર્ષ ચલાવવામાં આવશે, જેના દ્વારા નવી નવી રોજગારીનું સર્જન થશે અને સહકાર ક્ષેત્ર મુજબ બનાવવામાં મહત્ત્વનું યોગદાન ૫ૂરૃં પાડશે.

આભાર વિધિ હડીયાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ શામજીભાઈ કાલાવડીયાએ કરી હતી. આ સેમિનારમાં મંડળીના સભાસદો, ગામના આગેવાનો તેમજ અન્ય મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh