Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નરેન્દ્ર મોદી, મોદીજી, નરેન્દ્રભાઈ, નમો... આ શબ્દ સાંભળતા જે ચહેરો નજર સામે આવે એટલે તેમના માટે અનાયસે આંખમાં આદરભાવ ઉભરી જ આવે. ભારતની ૧૪૦ કરોડ જનતાના આસ્થા-વિશ્વાસ અને હિંમતનું પ્રતીક એટલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારત વિશ્વ ફલક પર છવાયું છે તેનો શ્રેય મોદીજીને શીરે છે. શાસકમાં સંસ્કૃતિ, સંવેદના અને સેવાનો સમન્વય હોય તે દુર્લભ છે, જે મોદીજીમાં છે અને આ ત્રિવેણી સંગમ જ દેશનો ધબકાર છે. 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના ઘડવૈયા તરીકે દેશભરમાં નવી ચેતનાનો સંચાર કરનાર એક માત્ર યુગપુરૂષ સમાન મોદીજીને નમન... માત્ર ભારતમાં જ નહી પણ વિશ્વભરમાં લોકપ્રિય નેતા, ભારતને સલામતી, પ્રગતિ, મજબૂતી અને આત્મનિર્ભરતા પ્રદાન કરવાના ધ્યેય સાથે કાર્ય કરતા મોદીજીને શત્ શત્ નમન... તેઓની રાષ્ટ્ર માટેની સમર્પિતતાનું સાક્ષી માત્ર આપણો દેશ જ નહીં આખું વિશ્વ છે.
લોકો કહે છે કે મોદીજીમાં કંઈક જાદુ છે, તેમના વ્યક્તિત્વમાં એવું કંઈક છે કે જે દરેકના મનમાં તેમના પ્રત્યે આદર પ્રગટે છે, પણ શું છે એ તો મોદીજી કહે તો જ ખબર પડે, પણ આટલા વર્ષાેથી તેમને જોયા છે, સાંભળ્યા છે, વાંચ્યા છે તે પરથી તેમની કેટલીક વાતો...
મોદીજીની એક ખાસ વાત એવી છે કે તેઓ કામમાં જ વ્યસ્ત હોય છે, દિવસનો એક એક કલાક નહીં. એક એક મિનિટ કામ કરે છે. ટાઈમ મેનેજમેન્ટની વાતો ર્ક્યા વગર મોદીજી આપણને કામ કેમ કરવું તે શીખવે છે. બીજી વાત કરીએ તો તેઓ બીજા શું બોલે છે? વિરોધીઓ શું કહે છે એ વિચારવામાં કે સામે જવાબ આપવામાં સમય બગાડતા જ નથી. અન્ય શું કહે છે તેની ચિંતા વગર પોતાના નિર્ણયો પર અડગ રહે છે, સાથે સાથે તેમને કામ કરનારાની જરૂર છે, મસ્કા મરનારા ચમચા મંડળની નહી. સાથે એવું પણ કરે કે વિરોધીઓ શાનમાં સમજી જાય એવું વાક્ય ઉચ્ચારી દે... જેથી વિરોધીઓ તો સમજી જાય અને તેની આસપાસ ટેકો આપનારા પણ સમજી જાય.
બીજી વાત કે તેઓ ખોટા ધતીંગથી દૂર રહે છે. તેમની લાઈફ સ્ટાઈલ સિમ્પલ છે, પણ તેઓ સાદગીનો દંભ નથી કરતા... એસ.ટી. બસમાં મુસાફરી કરવી કે પગમાં સાદા સ્લિપર પહેરવા એવો ખોટો દેખાડો નથી કરતા. મોંઘા કપડા, કિંમતી ચશ્મા વાપરતા હોવા છતાં મોદીજી નિઃસ્પૃ છે જે તેમના વર્તનમાંથી જાણી શકાય છે. કરોડો રૂપિયાની મિલકત ધરાવતા અન્ય રાજકારણીઓ જેવા નથી. સાથે સાથે તેઓ ક્યારેય લઘરવઘર જોવા નથી મળતા... એ જ વાત લોકોને તેમના તરફ આકર્ષે છે. વડાપ્રધાન વિદેશી યાત્રા કરતા રહે છે, ખોટા ખર્ચ કરે છે. એવી ટીકાઓ કરતા લોકો શું એ નથી જાણતા કે તેમના કારણે જ ફોરેનમાં, વિદેશોમાં, ત્યાં નારાજકારણીમાં અને ત્યાંના લોકોમાં ભારત તરફનો દૃષ્ટિકોણ બદલાય રહ્યો છે. ભારત મદારીઓનો, હાથીઓનો, ગરીબોનો દેશ નથી એ હવે બધાને સમજાવવા લાગ્યું છે. ભારતના નામ પર નાકનું ટીચકું ચડાવતા લોકો હવે ઝુકીને ભારતને સલામ કરે છે અને આ બધું જ માત્ર અને માત્ર મોદીજીના કારણે...
તેમની એક ખાસ અને સૌથી મોટી વાત એ છે કે તેઓને કાલ સવારે સત્તા પરથી ફેંકાઈ જઈશ એવો સહેજ પણ ડર નથી, કારણ કે તેમને સત્તા દ્વારા કંઈ જ ભેગુ નથી કરવું, કંઈ જ ઘરે નથી લઈ જવું, જ્યારે ગાંધીનગર હતા ત્યારે કહેતા કે કેન્દ્રમાંથી આદેશ આવશે તો બે મિનિટમાં હાથમાં થેલી લઈને પાછો જતો રહીશ. સત્તા પર ટકી રહેવા જે છટપટાહટો કરવી પડે તે તેમણે ક્યારેય નથી કરી... એટલે જ તો મોદીજીમાં જાદુ છે. તેમના જીવનના ગુણો આપણા જીવનમાં ઉતારીએ તો આપણે કદાચ એક સારા માણસ બની શકીએ. બીજી એક વાત...
જે હમણાં સોશ્યલ મીડિયામાં ફેલાયેલી છે તે... એ કે... મોદીજી શાસનને ૧૧ વર્ષ થયા... આ ૧૧ વર્ષમાં દુનિયામાં કેટકેટલા વડાપ્રધાન બદલાઈ ગયા.. જેમ કે નેપાળમાં નવ વડાપ્રધાન બદલાયા, પાકિસ્તાનમાં પાંચ વડાપ્રધાન, બ્રિટનમાં છ વડાપ્રધાન, જાપાનમાં ૩ વડાપ્રધાન બદલાયા... અમેરિકામાં ચાર રાષ્ટ્રપતિ, શ્રીલંકામાં ચાર રાષ્ટ્રપતિ, ફ્રાંસમાં બે રાષ્ટ્રપતિ બદલાયા. જ્યારે અહીં ભારતમાં જોવો... એક મોદીજી છેલ્લા ૧૧ વર્ષથી ભારતના વડાપ્રધાન છે. જે માત્ર ભારત દેશ પર જ નહી પણ પ્રજાના દિલમાં પણ રાજ કરે છે. હજી આવતા કેટલાય વર્ષાે સુધી ભારતીય જનતાનો પ્રેમ-સાથ તેમને મળતો જ રહેશે... છેલ્લે તેમના જન્મદિવસની શુભેચ્છા માટે એક કવિતા...
એક આદમી જેણે સપના જોયા,
એક આદમી જેણે સપના કર્યા સાકાર,
ભારતને નવી ઊંચાઈઓ પર લઈ ગયા,
એક નામ જેણે વિશ્વમાં ગુંજાવ્યું,
એક આગવી દૃષ્ટિ, એક અનોખો વિચાર,
ભારતને બનાવી દીધો શક્તિશાળી,
વિશ્વના રંગમંચ પર ચમક્યું ભારત,
નવી દિશા, નવી રાહ, નવી ક્રાંતિ.
ગાંધીના ગુજરાતથી નીકળ્યા એક સાધુ,
એક વડાપ્રધાન, એક સેવક, એક ભાઈ,
આખું ભારત તેમના દર્શાવેલા માર્ગ પર,
સૌના મન અને હૃદય પર કરે છે તે રાજ
આઝાદીના આટલા વર્ષાે પછી
ભારતની જનતાને હવે છે રાહત...
એક નેતા, એક નેતા, એક નેતા...
એવા માનનીય મોદીજી...
જન્મ દિવસની શુભેચ્છા સાથે...
- દિપા સોની, જામનગર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial