Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં 'તાલુકા કક્ષાનો કલા મહાકુંભ'૨૦૨૫ યોજાશે

કમિશ્નર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-ગાંધીનગર દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૪: કમિશ્નર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલિત તાલુકા કક્ષા કલા મહાકુંભ-૨૦૨૫ યોજાવા જઈ રહ્યો છે. જેમાં ખંભાળીયા તાલુકા કક્ષા કલા મહાકુંભ તા. ૨૫ અને ૨૬ જુલાઈ ૨૦૨૫ના આર.એન.વારોતરીયા કન્યા વિદ્યાલય-ખંભાળીયામાં યોજાશે. જેમના કન્વીનર વજસીભાઈ ગોજીયા. મો.૯૩૭૬૧૫૧૦૦૦ રહેશે. ભાણવડ તાલુકા કક્ષા કલા મહાકુંભ તા. ૨૮ અને ૨૯ જુલાઈના રોજ બી.આર.સી.ભવન-ભાણવડમાં યોજાશે, જેમના કન્વીનર નિલેષભાઈ ગાંગલીયા મો. ૯૦૧૬૯૦૫૭૦૮ રહેશે. કલ્યાણપુર તાલુકા કક્ષા કલા મહાકુંભ તા. ૩૦ અને ૩૧ જુલાઈના સરકારી આર્ટસ કોલેજ-કલ્યાણપુરમાં યોજાશે, જેમના કન્વીનર ચેતનકુમાર રાઠોડ મો. ૯૯૧૩૯૧૮૧૦૯ રહેશે. દ્વારકા તાલુકા કક્ષા કલા મહાકુંભ તા. ૪ અને ૫ ઓગષ્ટ ના રોજ એન.ડી.એચ. હાઈસ્કૂલ-દ્વારકામાં યોજાશે, જેમના કન્વીનર વજસીભાઈ ગોજીયા મો. ૯૪૨૭૨૪૦૩૦૭ રહેશે.

તાલુકા કક્ષાએ રજિસ્ટ્રેશન કરાવેલ દરેક સ્પર્ધકે જે તે તાલુકા કક્ષાના કન્વીનરનો સંપર્ક કરી નિયત તારીખે સવારે ૮:૩૦ કલાકે સ્પર્ધામાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહેવાનું રહેશે. તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh