Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા શિક્ષણાધિકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત
જામનગર તા. ૧૬: જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષ ૨૦૨૫ માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ નું તા. ૨૬-૨૭-૨૮, જુન-૨૦૨૫ દરમિયાન સમગ્ર રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક બન્ને શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવા આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૪૭ શાળાઓ અને ૧૨ માધ્યમિક શાળાઓમાં ઉક્ત ત્રણ દિવસ દરમિયાન ચાર રૂટમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. બાલવાટિકા અને ધોરણ - ૧ નાં કુમાર - કન્યા ને પ્રાથમિક શાળામાં અને ધોરણ - ૯ અને ૧૧ નાં કુમાર કન્યા ને માધ્યમિક શાળા માં પ્રવેશ આપવામાં આવ્યો હતો.અને પ્રાથમિક અને માધ્યમિક બન્ને શાળાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંયુક્ત રીતે સવારે ૮ થી ૯-૩૦, ૧૦ થી ૧૧-૩૦ દરમિયાન પ્રાથમિક શાળાઓમાં અને ૧૨ થી ૦૧-૩૦ દરમિયાન માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તૈયાર કરવામાં આવેલ રૂટમાં ઉક્ત ત્રણ દિવસ દરમિયાન સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો રીવાબા જાડેજા, અને દિવ્યેશભાઈ અકબરી, જામનગર મહાનગર પાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, કમિશનર ડી.એન. મોદી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી નિલેશભાઈ કગથરા, શાસકપક્ષ નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાખવા, શહેર ભાજ્ય પ્રમુખ બીનાબેન કોઠારી, મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, નાયબ કમિશનર ડી.એ. ઝાલા, આસી. કમિશનર ભાવેશભાઈ જાની, જિલ્લા શિક્ષણાધિકારી મહેતા, પંચવટી કોલેજના પ્રિન્સીપાલ જી.બી. સિંહ. તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ લગત વોર્ડના નગરસેવકો, સ્થાનિક આગેવાનો, શાળા વિસ્તારના દાતાઓ, વાલીઓ, એસએમસીનાં સભ્ય/અધ્યક્ષો વગેરે મહાનુભાવોએ દરેક શાળામાં ઉત્સાહભર્યા વાતાવરણમાં પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓને અને શાળાના સ્ટાફગણને પ્રોત્સાહન પૂરૃં પાડ્યું હતું.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પરસોત્તમભાઈ કકનાણી, ઉપાધ્યક્ષ દિનેશભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, સભ્યો મનીષભાઈ કનખરા, પ્રજ્ઞાબા સોઢા, મુકેશભાઈ વસોયા, નિલેશભાઈ હાડા, રમેશભાઈ કંસારા, બિમલભાઈ સોનછાત્રા, રઉફભાઈ ગઢકાઈ, સંજયભાઈ દાઉદીયા, રામભાઈ કુંભારવાડિયા, યાત્રીબેન ત્રિવેદી, મનીષાબેન બાબરીયા, આનંદભાઈ ગોહિલ, તથા કચેરી સ્ટાફ વગેરે ત્રણ દિવસ દરમિયાન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમમાં શાળાઓમાં જરૂરી આનુસાંગિક જેવી કે, માઈક, મંડપ, પાણી, શાળાની આજુબાજુની સફાઈ, વૃક્ષારોપણ માટેના વૃક્ષો વગેરે વ્યવસ્થા જામનગર મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial