Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના થીંક સ્પેસ ફાઉન્ડેશન દ્વારા
જામનગર તા. ૧૭: જામનગરના થીંક સ્પેસ ફાઉન્ડેશન દ્વારા તા. ૨૦-૭-૨૫ના સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી થીંક સ્પેસ ફાઉન્ડેશન એન્ડ લાયબ્રેરી કોલેજના વિદ્યાર્થીઓ તથા ધો. ૮/૧૨ ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે "ડોન્ટ ફોલો યોર પેશન" વિષય સાથે નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પૈસા, સમય અને એનર્જી બચાવી ખોટા ડીસીઝન થી કેરીયર, સ્ટડીવર્ક સંબંધિત પ્રશ્નો પર ચર્ચા દ્વારા માર્ગદર્શન આપવમાં આવશે. આ સેમિનારમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ધો.૮/૧૨ના વિદ્યાર્થીઓના માતા-પિતા માટે મુખ્ય કારકિર્દી-શિક્ષણ-સ્વાસ્થ્ય-ઉદ્દીપન સંબંધિત સમસ્યઓ, ખોટા કેરીયર/સ્ટડી/વર્ક પસંદગી, પૈસા-સમય બગાડ, નિષ્ફળતા/ડીપ્રેશન જેવા વિચારો, કોન્સીસ્ટેન્સી ન હોવી, બહારની પ્રેરણા પર નિર્ભરતા, એજ્યુકેશન સિસ્ટમ ઈસ્યૂ, ઈન્ટરનેટની માહિતી પર સઘળું વિશ્વાસ, અંગે ચર્ચા કરવામાં આવશે.
કરીયરની સમસ્યા, ડીસ્કસ કરશું, સોલ્યુશન લિસ્ટ બનાવીશું અને ઈમ્પ્લેમેન્ટેશન માટે સિસ્ટમ બનાવશું. તમારા ભવિષ્યમાં પૈસા ખર્ચ થતા બચાવો હને સમય અને એનર્જીને બચાવો. કરીયર એન્ડ સ્ટડી ડીસીસન ને અનુભવી મેન્ટોર સાથે સમજવા, પ્રશ્નો-ઉકેલો મોકલવા, અને ભવિષ્ય માટે એક્શનેબલ સ્ટેપ તૈયાર કરવાનો હેતુ છે. અનુભવી કોચ/મેન્ટર હરદીપસિંહ જાડેજા પ્રશ્નોત્તરી દ્વારા સતર્કતા અને એજ્યુકેશન ઓરીએન્ટેડ પ્લાન મુજબ રજૂ કરશે.
આ સેમિનારમાં અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સીમિત બેઠકો હોવાથી વહેલાસર નામ નોંધણી કરાવી લેવા જણાવાયું છે. વધુ વિગત માટે મો.૯૩૫૭૩૮૬૯૦૪ પર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial