ચિરવિદાય

જામનગરઃ જામનગર નિવાસી વિસા શ્રીમાળી સોની દેવચંદ હરિભાઈ ૫ાટડીયાના પૌત્ર પ્રફુલભાઈ  જ્યંતિલાલ પાટડીયાના ધર્મપત્ની અ.સૌ. હંસાબેન પ્રફુલભાઈ પાટડીયા (ઉ.વ. ૬પ) તા. ૧૮-ર-ર૦ર૬  ના અક્ષર નિવાસી થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૯-૨-ર૦ર૬, ગુરૂવારના સાંજે ૪.૦૦ થી ૪.૩૦  વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવનીપાળ, જામનગરમાં રાખવામાં આવ્યું  છે.

જામનગરઃ કિરણબેન કમલેશભાઈ શાહ (ઉ.વ. ૬૮), તે સ્વ. હરખચંદ ઘેલાભાઈ શાહની પુત્રી તથા  ધવલભાઈ કમલેશકુમાર શાહ (સીએ) ના માતા, પાયલબેનના સાસુ, ભાવનાબેન પિયુષભાઈ પારેખ,  હેમાલી જીગરભાઈ શાહ, ભાવિકા, રીતુના માસી, જીગર, જીનલના નાની, એંજલ, ધ્વનિલના દાદીનું  તા. ૧૭ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૯-ર-ર૦ર૬, ગુરૂવારના સવારે ૯ વાગ્યે  વારીયાનો ડેલો, બાપુના બાવલા પાસે, જામનગરમાં તથા પ્રાર્થનાસભા સવારે સવારે ૧૧ વાગ્યે શ્રી વિશા  શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિની વાડી, તંબોલી માર્કેટ સામે, ગ્રેઈન માર્કેટ, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ (મૂળ કોટડા સાંગાણી) નટવરલાલ અમરદાસ નિમાવત (ઉ.વ.૮૫) તે શૈલેષભાઈ,  પાર્થભાઈના પિતાનું તા. ૧૫ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૯ના ગુરૂવારે સાંજે ૫ થી ૬  રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક, રામેશ્વરનગર, જામનગરમાં રાખવમાં આવ્યું છે.

જામજોધપુરઃ સતાપુર નિવાસી શ્રી બાબુલાલ ગોસ્વામીના પત્ની મંજુલાબેન (ઉ.વ.૭૦) તે જયેશભારથી,  નીતિનભારથી, ઉમેશભારથી, નિલુબેન (જુનાગઢ)ના માતા, સ્વ. નારણગીરી ભાણગીરી (ધ્રાફા)ના  પુત્રીનું તા. ૧૬-૨-૨૬ના અવસાન થયું છે.

જામનગરઃ ચંદ્રેશભાઈ શેઠ (ઉ.વ.૫૧) તે સ્વ. વિનોદરાય જીવરાજભાઈ શેઠ, રેણુકાબેનના પુત્ર,  નિતાબેન જીતેનકુમાર વારીઆ, મનીષભાઈ (પોસ્ટ ઓફિસ), કલ્પેશભાઈ (કલર્સ)ના ભાઈ, નેહાબનેના  દિયર, મીતાબેનના જેઠ, સાહિલ, અંશ, આર્યના કાકા, સેજલ, લેખાના મામાનું તા. ૧૫ના અવસાન  થયું છે.

ખંભાળીયાઃ શ્રદ્ધાબેન મજીઠીયા (ઉ.વ.૬૨)તે સુધીરભાઈ દામોદરભાઈ મજીઠીયાના પત્ની, માધુભાઈના  નાનાભાઈના પત્ની, શ્રેયસભાઈ, સંજયભાઈના કાકી, ચાંદનીબેન દિપકકુમાર કોટક (રાજકોટ), સ્વ.  જયના માતા, સ્વ. મોહનલાલ જેઠાલાલ ગોકાણીના પુત્રી, મધુભાઈ, અશ્વિનભાઈ ગોકાણીના બહેનનું  તા. ૧૬ના અવસાન થયું છે.

જામનગરઃ સ્વ. મનસુખલાલ મુળજીભાઈ ભારદિયા (મોટી ખાવડીવાળા)ના પુત્ર પ્રમોદભાઈ  (ઉ.વ.૬૩૬)તે કિશોરભાઈ, નીતિનભાઈ, નયનાબેન, કિરણબેન, રેખાબેનના ભાઈ, દામજીભાઈ  મુળજીભાઈના ભત્રીજા, હરસુખભાઈ છનિયારા (જોડિયાવાળા)ના ભાણેજનું તા. ૧૪ના અવસાન થયું  છે. સદ્ગતનું બેસણું તા. ૧૬ના સાંજે ૪:૩૦ થી ૫ શ્રી વિશ્વકર્મા મંદિર, પંચેશ્વર ટાવર પાસે,  જામનગરમાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh