Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૨૩ - સુર્યાસ્ત : ૬-૪૦
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૧૪ :
તા. ૧૬-૦૨-ર૦૨૬, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૬,
મુસ્લિમ રોજઃ ૨૭, નક્ષત્રઃ શ્રવણ,
યોગઃ વરિપાન, કરણઃ ચતુષ્વાદ
તા. ૧૬ ફેબ્રુઆરી ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યાપાર-ધંધા વ્યવસાય ક્ષેત્રે નવું સાહસ થઈ શકે. આર્થિક સ્થિતિમાં ભારે ચઢાવ-ઉતાર જોવા મળી શકે છે. સ્વાસ્થ્ય એકંદરે સારૃં રહેવા પામે. વિદેશયાત્રા-લાંબા પ્રવાસનું આયોજન શક્ય બને. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં મહેનત વધારવી પડે. ધાર્મિકતા-આધ્યાત્મિકતામાં રસ રૂચિ વધતા જાય.
બાળકની રાશિઃ મકર
સિંહ સહિત બે રાશિના જાતકોની મનની ઈચ્છા ફળભૂત થતી જણાય. સ્વજનોનો સહકાર મળી રહે
Aries (મેષ: અ-લ-ઈ)
વિચારોના વમળમાં ફસાતા જાવ માનસિક બોજનો અનુભવ થાય. આર્થિક લાભ થઈ શકે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૫
Taurus (વૃષભ: બ-વ-ઉ)
પ્રવાસ-પર્યટન થઈ શકે. માનસિક ચિંતા હળવી થતી જણાય. સ્વજનોનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૪
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કાર્યની ઈર્ષા કરનાર વર્ગ, હરિફવર્ગથી મુશ્કેલી રહે. વાણી-વર્તનને કાબુમાં રાખવા.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૧
Cancer (કર્ક: ડ-હ)
આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. સ્નેહી-સ્વજન સાથે મુલાકાત થાય. મિત્રથી લાભ થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૯
Leo (સિંહ: મ-ટ)
મનની ઈચ્છા ફળભૂત થતી જણાય. ધારેલું કાર્ય પાર પડતા ઉત્સાહ વધે. દિવસ સારો રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૧
Virgo (કન્યા: પ-ઠ-ણ)
નવા કાર્યની શરૂઆત થઈ શકે. દિવસ વ્યસ્તતાપૂર્ણ રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૨
Libra (તુલા: ર-ત)
આર્થિક સંકળામણનો અનુભવ થાય. ખર્ચ-ખરીદીના પ્રસંગ બને. આરોગ્ય સુખાકારી રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
માન-સન્માન પ્રાપ્ત થાય. સામાજિક જીવનમાં વ્યસ્તતા રહે. સ્વાસ્થ્યમાં સુધાર આવે.
શુભ રંગઃ પીચ - શુભ અંકઃ ૧-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આકસ્મિક લાભની શક્યતાઓ રહે. ભાગ્યદેવી રીઝતા જણાય. દિવસ મધ્યમ ફળદાયી બની રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૯
Capricorn (મકર: ખ-જ)
આરોગ્ય બાબતે સંભાળવું. વાહન ચલાવવામાં તકેદારી રાખવી. વડીલવર્ગથી લાભ થાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૮-૭
Aquarius (કુંભ: ગ-શ-સ)
દિવસના પ્રારંભે માનસિક પરિતાપ-વ્યગ્રતા જણાય. પરંતુ દિવસના અંતે શુભ સમાચાર પ્રાપ્ત થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૪
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે વ્યસ્તતા રહે. નવા કાર્યની શરૂઆત થઈ શકે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૫
સુર્યોદય : ૭-૧૯ - સુર્યાસ્ત : ૬-૪૪
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૧૩ :
તા. ૧૫-૦૨-ર૦૨૬, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૫,
મુસ્લિમ રોજઃ ૨૬, નક્ષત્રઃ ઉત્તર ષાઢા,
યોગઃ વ્યતિપાત, કરણઃ વિષ્ટિ
તા. ૧૫ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-વ્યવસાયની નવી તક પ્રાપ્ત થાય. કામની કદર-પ્રશંસા થવાથી આનંદો અનુભવાય. સંતાનનો સાથ-સહકાર લાભ અપાવી જાય. ઘર-પરિવારના સભ્યો સાથે યાત્રા-પ્રવાસ થાય. વિદ્યાર્થી વર્ગને મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત થાય. સરકારી-રાજકીય-જાહેરજીવન ક્ષેત્રે કામકાજમાં વ્યસ્તતા જણાય. ધર્મકાર્ય-શુભ કાર્ય થઈ શકે.
બાળકની રાશિઃ મકર
કન્યા સહિત બે રાશિના જાતકોને ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી ઉત્સાહમાં વધારો થાય. યશ-પદ-ધનમાં વૃદ્ધિ જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
દિવસ દરમ્યાન આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા ન થાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૧
Taurus (વૃષભ: બ-વ-ઉ)
દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. યાત્રા-પ્રવાસમાં ધ્યાન રાખવું.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૩
Cancer (કર્ક: ડ-હ)
આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ જણાય. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા મળી રહે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૮
Leo (સિંહ: મ-ટ)
રાજકીય-સરકારી-ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. નાણાકીય લેવડ-દેવડમાં ઉતાવળ કરવી નહીં.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૯-૩
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મિલન-મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૬
Libra (તુલા: ર-ત)
આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજ અંંગે દોડધામ-શ્રમ રહે. કામનો ઉકેલ આવતો જાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૫
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવો. પરદેશના કામ થાય.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૨-૭
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપ હરો,ફરો, કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ધીરે ચલાવવું.
શુભ રંગઃ સોનેરી - શુભ અંકઃ ૩-૯
Capricorn (મકર: ખ-જ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૪
Aquarius (કુંભ: ગ-શ-સ)
સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકનું ધ્યાન રાખવું પડે. કોર્ટ-કચેરીના કામમાં વ્યસ્ત રહો.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૧
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય. સરકારી કામ થાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૯
સુર્યોદય : ૭-૨૦ - સુર્યાસ્ત : ૬-૪૩
દિવસના ચોઘડીયા
(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ
રાત્રિના ચોઘડીયા
(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૧૨ :
તા. ૧૪-૦૨-ર૦૨૬, શનિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૪,
મુસ્લિમ રોજઃ ૨૫, નક્ષત્રઃ પૂર્વ ષાઢા,
યોગઃ સિદ્ધિ, કરણઃ ગર
તા. ૧૪ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કૌટુંબિક-પારિવારિક બાબતે આપને સારૃં રહે. સંતાનના કામનો ઉકેલ આવવાથી આનંંદ આપને જણાય. વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહ્યા કરે. ઋતુગત રોગોથી સાવધાની રાખવી પડે. નોકરી-ધંધાકિય બાબતે કેટલાક અગત્યના કામ ઉકેલાય તો કેટલાક કામમાં આપને રૂકાવટ-વિલંબનો સામનો કરવો પડે. ખર્ચ-ખરીદીના યોગ બને. વિદ્યાર્થી વર્ગને સારૃં પરિણામ મળે.
બાળકની રાશિઃ ધન
તુલા સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવતો જાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહેવાથી રાહત જણાય. ઈચ્છિત વ્યક્તિ સાથેની મુલાકાત લાભદાયી બની રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૭
Taurus (વૃષભ: બ-વ-ઉ)
દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેની સાથે થાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં. દિવસ પસાર થાય તેમ રાહત જણાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૨
Gemini (મિથુન: ક-છ-ધ)
નોકરી-ધંધાના કામકાજ અંગે આપને બહાર કે બહારગામ જવાનું બને. બપોર પછી આપનો દિવસ મધ્યમ રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૯-૬
Cancer (કર્ક: ડ-હ)
જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. કામનો ઉકેલ આવતા રાહત જણાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૭
Leo (સિંહ: મ-ટ)
આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. બપોર પછી ધીરજ રાખવી.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૮
Virgo (કન્યા: પ-ઠ-ણ)
માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની દ્વિધા-અસમંજસતા જણાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૭
Libra (તુલા: ર-ત)
આપના અગત્યના કામકાજનો ઉકેલ આવતો જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય. કામનો ઉકેલ આવે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૯-૩
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક થાય. પરિવાર મદદરૂપ થાય.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૯-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કાર્યની સાથે સાથે આડોશ-પાડોશના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આરોગ્યની કાળજી રાખવી.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૬
Capricorn (મકર: ખ-જ)
બપોર સુધી આપને બેચેની-વ્યગ્રતા જણાય. હરો, ફરો, કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ જણાય નહીં.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૨
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કાર્યમાં સંતાનનો સાથ-સહકાર મળી રહે. તેના કામનો ઉકેલ આવતો જાય. ખર્ચ-ખરીદી થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૬
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
બપોર સુધી આપને કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ-શ્રમ જણાય. ત્યાર બાદ ધીરે ધીરે રાહત થતી જાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૪
સુર્યોદયઃ ૦૭-૨૦ - સુર્યાસ્તઃ ૬-૪૩
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૧૧ :
તા. ૧૨-૦૨-ર૦૨૬, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૩,
મુસ્લિમ રોજઃ ૨૪, નક્ષત્રઃ મૂળ,
યોગઃ વજ્ર, કરણઃ કૌલવ
તા. ૧૩ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં નવિન તક પ્રાપ્ત થાય. નું કામકાજ મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. કામકાજ અંંગેની વ્યસ્તતાનો વધારો થતો અનુભવાય. કામકાજ અંંગેની વ્યસ્તાનો વધારો થતો અનુભવાય. નાણાકિય આવકમાં વધારો જણાય. ધાર્યા પ્રમાણે બચત કરી શકો. કુટુંબ-પરિવાર-મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકો.
બાળકની રાશિઃ ધન
વૃષભ સહિત બે રાશિના જાતકોને સ્વજન-સ્નેહી-મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી પ્રસન્નતા રહે, ધર્મકાર્ય-શુભકાર્ય થાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
જુના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૭
Gemini (મિથુન: ક-છ-ધ)
ઘર-પરિવાર, સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજના લીધે દોડધામ-શ્રમ જણાય. કામનો ઉકેલ આવતા રાહત થાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૪
Cancer (કર્ક: ડ-હ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સિઝનલ ધંધામાં લાભ જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૬
Leo (સિંહ: મ-ટ)
આપના કામમાં પ્રતિકૂળતા જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ અનુભવાય. ઉચાટ રહે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૯
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૮
Libra (તુલા: ર-ત)
આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. વ્યાવહારિક કામકાજ જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કાર્યની સાથે આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહો. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુવર્ગનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૩-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા અનુભવો અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા સતાવ્યા કરે.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૨-૬
Capricorn (મકર: ખ-જ)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. સંતાનનો સહકાર મળી રહેતા કામનો ઉકેલ આવતો જાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. મોસાળપક્ષ-સાસરીપક્ષના કામ અંંગે દોડધામ રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૬
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૭
કુંભ સહીત બે રાશિના જાતકોને આવનારું સપ્તાહ ખર્ચાળ રહે, આર્થિક પરિસ્થિતિ સુધરે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના માટે સમસ્યાઓનું નિરાકરણ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સમય આપના માટે શુભ પરિણામ લાવતું જણાય. વ્યાપર-ધંધામાં મંદીના વાદળો વિખેરાતા જણાય. પરિશ્રમ તથા ભાગ્ય બન્નેનો સાથ મળતા આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો લાવી શકશો. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય શ્રેષ્ઠ જણાય છે. સ્વાસ્થ્ય એકંદરે સારૂ રહેવા પામે. યાત્રા-પ્રવાસ વિલંબમાં પડતા જણાય. દાંપત્ય જીવનમાં મધૂરતા જળવાઈ રહે. તા. ૯ થી ૧ર શુભ. તા. ૧૩ થી ૧પ મધ્યમ.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
તમારા માટે નસીબનો સાથ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને મહેનત કરતા વધારે ફળ મળતું જણાય. વેપાર-ધંધામાં અણધારી તેજી જોવા મળે. નાણાકીય આવકના સ્ત્રોતો ખૂલતા જણાય. તબિયત અંગે કફ સંબંધિત રોગોનું ભોગ બનવું પડી શકે છે. જાહેરજીવન ક્ષેત્રેના સમારંભોમાં વ્યસ્તતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે નાની-નાની બાબતોમાં તકરાર થઈ શકે છે. ક્ષમા કરવાની ભાવના કેળવશો તો ફાયદામાં રહેશો. તા. ૯ થી ૧ર શુભ. તા. ૧૩ થી ૧પ વિવાદ ટાળવા.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે શાંતિપૂર્વક વ્યવહાર કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ તંગ બનતી જણાય. ધાર્યો લાભ અટકતા બેચેનીનો અનુભવ થાય. મહત્ત્વના કાર્યોમાં નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવીની સલાહ લેવી હિતાવહ બની રહે. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહે. જુના રોગ-તકલીફમાંથી મુક્તિ મળતા રાહત અનુભવો. જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકોને માન-સન્માનમાં વધારો થાય. વિદ્યાર્થી વર્ગને મહેનત પ્રમાણે સફળતા મળે. તા. ૯ થી ૧ર શાંતિપૂર્વક વ્યવહાર કરવો. તા. ૧૩ થી ૧પ સ્વાસ્થ્ય સુધરે.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે પરિશ્રમ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ જેટલી મહેનત કરશો તેટલું ફળ મેળવી શકશો. ભાગ્ય કરતા પુરૂષાર્થ ઉપર વધારે ધ્યાન આપજો. દાંપત્યજીવનમાં એકરસતા અને મધૂરતા જળવાઈ રહે. સંતાન બાબતે ચિંતા રહે. નાણાકીય સ્થિતિ સારી રહે. આવકના સ્ત્રોત અવિરત ચાલુ રહે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે વિવાદ થઈ શકે છે. નાની-મોટી યાત્રા-પ્રવાસ સફળ થાય. તા. ૯ થી ૧૩ કાર્યશીલ. તા. ૧૪ થી ૧પ સાનુકૂળ.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે ઉત્સવાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપનામાં એક નવો ઉમંગ તથા ઉત્સાહ જોવા મળે. ધાર્યા કામ પૂરા કરવા માટે આપ તનતોડ મહેનત અને પરિશ્રમ કરતા જણાવ, જેનું શુભ પરિણામ પણ આપને પ્રાપ્ત થતું જણાશે. વ્યાવસાયિક ક્ષેત્રે આકસ્મિક લાભ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. ખાન-પાનમાં તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી કાર્યની પ્રશંસા સાંભળવા મળે. તા. ૯ થી ૧ર શુભ ફળદાયી. તા. ૧૩ થી ૧પ મિશ્ર.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે આર્થિક પરિસ્થિતિ સુધારનારૂ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આવકના નવા સ્ત્રોત ખૂલતા જણાય. આકસ્મિક ધનલાભની પણ પ્રબળ શક્યતા જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેતું જણાય. આહાર-વિહારમાં સાવધાની રાખવી હિતાવહ રહેશે. સંતાન અંગે ચિંતા હશે તો દુર થશે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાવધાની રાખવી. નોકરિયાત વર્ગને બદલી-બઢતીની ઈચ્છા ફળીભૂત થાય. વ્યાપાર-ધંધામાં વિકાસ જોવા મળે. તા. ૯ થી ૧ર ધનલાભ. તા. ૧૩ થી ૧પ સ્વાસ્થ્ય સાચવવું.
Libra (તુલા: ર-ત)
આપના માટે કાર્યક્ષેત્રે મહત્ત્વનું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવું સાહસ કે નવી યોજનાને અમલમાં લાવી શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે રૂકાવટ કે વિઘ્નો હશે તો તે દૂર થઈ શકે, અને સફળતા મેળવી શકશો. કાર્યપૂર્તિની સાથે સાથે આર્થિક મુંઝવણ પણ હળવી બને. સ્વાસ્થ્ય બાબતે ઋતુગત રોગોથી પરેશાની રહ્યા કરે. ઘર-પરિવારમાં શાંતિ તથા સુલેહભર્યું વાતાવરણ અનુભવી શકશો. વ્યર્થ વિવાદમાં પડવું નહીં. તા. ૯ થી ૧ર સફળતાદાયક. તા. ૧૩ થી ૧પ સાનુકૂળ.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
તમારા માટે મિલન-મુલાકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની કોઈ નવી કે મહત્ત્વની વ્યક્તિ સાથેની મુલાકાત વ્યાપારિક સંબંધો મજબૂત કરી શકે છે. યાત્રા-પ્રવાસ મજાનો પણ સાથે સાથે ખર્ચાળ પૂરવાર થાય. નોકરી-ધંધામાં આપની મહેનત-બુદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સંબંધોમાં આપની ભાવનાઓ અને લાગણીઓ ઉપર સંયમ રાખવો. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. તા. ૯ થી ૧ર સારી. તા. ૧૩ થી ૧પ મિલન-મુલાકાત.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના અંગત સંબંધોમાં નાની-નાની વાતમાં વાદ-વિવાદ મોટું સ્વરૂપ લઈ શકે છે. ધીરજ અને સંયમથી વર્તશો તો ફાયદામાં રહેશો. નાણાકીય દૃષ્ટિએ સપ્તાહ સારૂ રહે. અપેક્ષા અનુસાર કામ મેળવી શકશો. આરોગ્ય સુખાકારી સારી રહે. વિદ્યાર્થી વર્ગે અભ્યાસમાં મહેનત વધારવી પડે. સંતાન તરફથી શુભ સમાચાર સાંભળવા મળે. માન-સન્માન વધે. તા. ૯ થી ૧ર લાભદાયી. તા. ૧૩ થી ૧પ વાદ-વિવાદ ટાળવા.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે પ્રવાસ-પર્યટન કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સમયગાળા દરમિયાન યાત્રા-પ્રવાસ માટે અનુકૂળતા રહે. કામનું ભારણ ઘટતા રાહત અનુભવશો. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો દૂર થાય. વ્યાપાર-ધંધા ક્ષેત્રે સ્થિતિ એકંદરે સામાન્ય રહે, જ્યારે આર્થિક બાબતોમાં સાવધાની રાખવા જેવી ખરી. આવકની સાથે ખર્ચનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે. બિનજરૂરી વસ્તુઓ પાછળ નાણાનો ખર્ચ થતો જણાય. તા. ૯ થી ૧ર મુસાફરી. તા. ૧૩ થી ૧પ મધ્યમ.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે ખર્ચાળ સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય તંગીનો સામનો કરવો પડી શકે છે. આવકના સાધનો મર્યાદિત થતા જણાય. વ્યાપાર-ધંધા ક્ષેત્રે લાંબુ આર્થિક સાહસ ટાળવું યોગ્ય રહે. ઘર-પરિવાર બાબતે ભાઈ-ભાંડુનો સાથ સહકાર પ્રાપ્ત થાય. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થાય. સામાજિક ક્ષેત્રે હળવા-મળવાનું થઈ શકે. સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં મુશ્કેલીઓ જણાય. પ્રવાસ-મુસાફરી આનંદદાયી રહે. તા. ૯ થી ૧૧ કૌટુંબિક કાર્ય થાય. તા. ૧ર થી ૧પ ખર્ચ-ખરીદી.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે ભાવનાત્મક સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન ગૃહસ્થજીવનનું વાતાવરણ સુખદ રહે. પારિવારિક સદસ્યો સાથે સમય સુખરૂપ પસાર થાય. લાગણીઓના પૂરમાં તણાતા જણાવ. ધંધા-વ્યવસાય ક્ષેત્રે નવા કાર્યની શરૂઆત થઈ શકે, જો કે ધાર્યા લાભ માટે હજુ રાહ જોવી પડે. આરોગ્ય બાબતે બેદરકારી દાખવી નુક્સાનકારક સાબિત થાય. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું સલાહભર્યું રહેશે. જમીન-મકાન, મિલકત અંગેના પ્રશ્નો હલ થઈ શકે. તા. ૯ થી ૧ર આનંદદાયી. તા. ૧૩ થી ૧પ સ્વાસ્થ્ય સાચવવું.
મેષ સહીત બે રાશિના જાતકોને સપ્તાહમાં દોડધામ રહે, સાવધાની રાખવી, સ્વાસ્થ્ય જાળવવું
Aries (મેષ: અ-લ-ઈ)
તમારા માટે દોડધામ-વ્યસ્તતા વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે વ્યર્થ અથવા કોઈ કારણોસર દોડધામ રહ્યા કરે. માનસિક ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં વાતાવરણ શુભ બની રહે. નોકરિયાત વર્ગને સમય લાભદાયી પસાર થાય. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરે. ઘર-પરિવારના પ્રશ્નોને લીધે ચિંતા રહે. દાંપત્ય જીવનમાં એકમેક પ્રત્યે સ્નેહની લાગણી જોવા મળે. નાણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. પૈતૃક સંપત્તિ બાબતે વાદ-વિવાદ રહ્યા કરે. તા. ર થી પ દોડધામ રહે. તા. ૩ ૬ થી ૮ સામાન્ય.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધા ક્ષેત્રે નાની-મોટી રૂકાવટો-અડચણો આવવાની શક્યતા જણાય છે. માનસિક સ્થિતિ ડામાડોળ જણાય. સ્વાસ્થ્ય સંબંધી ચિંતા-પરેશાની રહ્યા કરે. સપ્તાહ દરમિયાન આપને નાણાકીય સમસ્યાઓ સતાવશે. ઘર-પરિવારમાં કલેશ-કલહનું વાતાવરણ જણાય. ભાઈ-ભાંડુ સાથે મતભેદ ઉદ્ભવે. યાત્રા-પ્રવાસ લાભદાયી સાબિત થાય. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની શક્યતા રહે. તા. ર થી પ નાણાભીડ. તા. ૩ થી ૮ સારી.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે સામાજિક કાર્યો કરવાનારો સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન રાજકીય-સામાજિક કે ધાર્મિક કાર્યોનું આયોજન શક્ય બને. નોકરી-ધંધા ક્ષેત્રે શુભ ફળ મળે. કોઈ નવો કોન્ટ્રાક્ટ કે ઓર્ડર મળવાથી આપ હર્ષ પામશો. સરકારી-કાનૂની મામલે સચેત રહેવું જરૂરી જણાય છે. દાંપત્યજીવનમાં નજીવી બાબતે બોલચાલી સંભવી શકે છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીની સિફારીશથી બઢતી મળે. કોઈ નોંધપાત્ર લાભ મળી શકે છે. તા. ર થી પ સરળતા રહે. તા. ૬ થી ૮ સામાજિક કાર્યો થાય.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ શુભ સમાચાર સાંભળવા મળે અથવા તો કોઈ શુભ ઘટના બનવા પામે. વ્યાવસાયિક ક્ષેત્રે આશાજનક પરિણામ મળતું જોવા મળે. આળસ ત્યજીને કામમાં મન પરોવવું જરૂરી જણાય છે. આ સમયમાં આપે ભાગદોડ કરવી પડે. પરિશ્રમ એ જ પરમેશ્વર છે તેમ માનવું. આર્થિક સ્થિતિને સમતોલ રાખી શકશો. નોકરી-ધંધામાં કોઈ વિશેષ લાભની પ્રાપ્તિ થાય. તા. ર થી પ સામાન્ય. તા. ૬ થી ૮ શુભ.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે તડકા-છાંયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે થોડી હાનિકારક ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે. પડવા-વાગવાથી સંભાળવું. કૌટુંબિક વિખવાદ રહ્યા કરે. સ્થિતિમાં મંદ ગતિએ સુધાર જોવા મળે. માનસિક સ્વસ્થતા પરત પ્રાપ્ત કરી શકશો. નોકરી-ધંધામાં મન પરોવી મહેનત કરશો. ધાર્મિક બાબતોમાં વૃદ્ધિ થતી જણાય. વ્યાપાર-ધંધામાં નોંધપાત્ર લાભ મળે. સ્વાસ્થ્ય બાબતે ઋતુજન્ય બીમારીથી સાચવવું. તા. ર થી પ મિશ્ર. તા. ૬ થી ૮ સામાન્ય.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે મનની શાંતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી ચિંતાના વાદળો વિખેરાતા જણાય. માનસિક શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશો. આપ આપના મક્કમ મનોબળથી આપના પડતર કાર્યો પૂૃણ કરી શકશો. મુસાફરીના યોગ જણાય છે. શારીરિક સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. દાંપત્યજીવનમાં ચકમક ઝરે તેવી શક્યતા જણાય છે. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સ્થિતિ સાનુકૂળ બનતી જણાય. વ્યાવસાયિક ક્ષેત્રે સમય શુભ જણાય છે. તા. ર થી પ પ્રસન્નતા રહે. તા. ૬ થી ૮ સ્વાસ્થ્ય સાચવવું.
Libra (તુલા: ર-ત)
તમારા માટે સાવધાનીપૂર્વક કાર્ય કરવાની સલાહ આપનું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન શત્રુ વિરોધીઓથી સાવચેત રહેવું જરૂરી જણાય છે. આપનું આપનું સ્વાસ્થ્ય નબળું પડતું જણાય. દાંપત્યજીવનમાં આનંદ, પ્રેમ, લાગણીનો અનુભવ થાય. સંતાનનો સાથ-સહકાર આપની ઉન્નતિ માટે સહાયરૂપ બની રહે. પડવા-વાગવાથી સાચવવું. કુટુંબ-પરિવારમાં મતભેદ હશે તો તેનો ઉકેલ લાવવામાં સમર્થ બની રહેશો. યાત્રા-પ્રવાસ દ્વારા આર્થિક લાભ મેળવી શકશો. ભાગ્યનો સાથ મળી રહે. તા. ર થી પ સાવધ રહેવું. તા. ૬ થી ૮ સાનુકૂળ.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે અધુરા કાર્યો પૂર્ણ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના અધુરા અથવા તો ધારેલા કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશો. આપને આપની આશા-અપેક્ષા મુજબના પરિણામ પ્રાપ્ત થાય. આપ માનસિક દૃષ્ટિએ સ્વસ્થ અને દૃઢ જણાવ. સરકારી કાર્યો શક્ય હોય તો ટાળવા. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીની પ્રશંસા લાભ અપાવી જાય. ધંધા-વ્યાપારમાં આકસ્મિક તેજીનું વાતાવરણ લાભ અપાવી જાય. કોઈ શુભ સમાચાર સાંભળવા મળે. તા. ર થી પ સફળતા મળે. તા. ૬ થી ૮ મિશ્ર.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે સ્વાસ્થ્યની કાળજી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાની-મોટી બીમારીને કારણે આપને પરેશાની રહ્યા કરે. આપની માનસિક સ્થિતિ સ્વસ્થ અને દૃઢ જણાય. નાણાકીય સ્થિતિ સમતોલ રાખવામાં સફળતા મેળવી શકશો. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. લોભ-પ્રલોભનથી દૂર રહેવું. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિની તકો મળતી જણાય. ખર્ચ ઉપર કાબૂ રાખવો. તા. ર થી પ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૬ થી ૮ સામાન્ય.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે મધ્યમ ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને સુખ-દુઃખ, લાભ-નુક્સાન એમ બન્ને પ્રકારના પાસાનો અનુભવ થાય. વિદ્યાર્થીઓને શુભ ફળની પ્રાપ્તિ થાય. શત્રુ વિરોધીઓથી સાવધાની રાખવી. દાંપત્યજીવનમાં ઘર્ષણ રહ્યા કરે. માનસિક ચિંતા-ઉચાટ-ઉદ્વેગ રહે. વાણી-વર્તન-ક્રોધ ઉપર સંયમ રાખવો. સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહે. ભાઈ-ભાંડુ સાથે મતભેદ ઉદ્ભવે. લાંબી યાત્રા-મુસાફરીના યોગ જણાય છે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. તા. ર થી પ મધ્યમ ફળદાયી. તા. ૬ થી ૮ ચિંતા-ઉદ્વેગ.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે નવીન તક અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને નવી તકો મળે અને નવીન યોજના, કાર્યો અમલમાં મૂકી શકશો. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકોએ સંભાળવું. વિદ્યાર્થી વર્ગને મહેનતનું ફળ આશા મુજબનું મળે. સંતાન બાબતેના પ્રશ્નોનું સામાધાન મળી રહે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં નાની-મોટી રૂકાવટોનો સામનો કરવો પડી શકે છે. નાણાકીય ભીડ રહે. શત્રુ વિરોધીઓ પ્રબળ બનતા જણાય. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. વાણી-વર્તન ઉપર સંયમ જાળવવો. તા. ર થી પ નવીન કાર્ય થાય. તા. ૬ થી ૮ સાવધાન રહેવું.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે આર્થિક લાભ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધામાં આકસ્મિક તેજી નોંધપાત્ર લાભ અપાવી જાય. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની શક્યતા જણાય છે. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ અને મદદ આપને સહાયરૂપ બની રહે. યાત્રા-પ્રવાસ સફળ રહે. ધાર્મિક્તા-આધ્યાત્મિક્તામાં વૃદ્ધિ થાય. સંતાન સંબંધી ચિંતા હશે તો દૂર થશે. વિદ્યાર્થી વર્ગને આશા મુજબનું પરિણામ મળે. શત્રુ વિરોધીઓથી સાચવવું. દાંપત્યજીવનમાં મધૂરપ જોવા મળે. તા. ર થી પ લાભદાયી. તા. ૬ થી ૮ સામાન્ય.