Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રવાસીઓ ખુશખુશાલ... પહલગામ પછી પ્રથમ વખત જાગ્યો આશાવાદ
શ્રીનગર તા. પઃ કાશ્મીરમાં હિમવર્ષાથી ઠંડીમાં વધારો થયો છે, અને ગુલમર્ગ, સોનમર્ગ સફેદ ચાદરમાં લપેટાયા છે, જેથી હિમવર્ષા જોવા આવેલા પ્રવાસીઓના ચહેરા પર ખુશીની લહેર ફેલાઈ ગઈછે, અને પહલગામ હુમલા પછી મંદીનો સામનો કરી રહેલા પ્રવાસન સેક્ટરમાં નવી આશા જાગી છે.
કાશ્મીર ખીણના ઉપરના ભાગમાં હિમવર્ષા અને મંગળવારે સાંજે મેદાની વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદથી હવામાનમાં પલટો આવ્યો અને તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો. હવામાનમાં અચાનક ફેરફારથી ખીણમાં ઠંડીમાં વધારો થયો છે. સોનમર્ગ, ગુલમર્ગ, દૂધપથરી અને યુસમર્ગના પહાડી વિસ્તારોમાં મોડી સાંજે હિમવૃષા શરૂ થઈ, જેનાથી આ સુંદર ખીણો સફેદ ચાદરમાં ઢંકાઈ ગઈ.
હિમવર્ષા જોવા આવેલા પ્રવાસીઓના ચહેરા પર ખુશીની લહેર ફેલાઈ ગઈ. પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, હિમવર્ષાથી કાશ્મીરમાં હવામાં તાજગી આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતુંકે, સાધના પાસ અને નિયંત્રણ રેખા નજીકના વિસ્તારોમાં પણ કુપવાડાના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ હતી. હોટલ સેક્ટરના લોકોએ જણાવ્યું હતું કે, પહલગામ હુમલા પછી પ્રવાસન ક્ષેત્રને મોટું નુક્સાન થયું છે. હોટલો ખાલી હતી અને બુકિંગ રદ્ કરવામાં આવ્યા હતાં, પરંતુ અમને આશા છે કે આ હિમવર્ષાથી પરિસ્થિતિમાં સુધારો થશે અને મોટી સંખ્યામાં સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ કાશ્મીર પાછા ફરશે.
તાજી હિમવર્ષાથી ગુલમર્ગ, સોનમર્ગ અને અન્ય પ્રવાસન સ્થળો બરફના હળવા સ્તરથી ઢંકાઈ ગયા છે, જ્યારે તાપમાનમાં ત્રણથી ચાર ડીગ્રીનો ઘટાડો થયો છે. દરમિયાન રીનગર, બારામુલ્લા, બડગામ અને અનંતનાગ સહિતના મેદાની વિસ્તારોમાં સાંજે વરસાદ શરૂ થયો હતો, જેનાથી ઠંડી વધુ તીવ્ર બની હતી. બજારોમાં ગરમ કપડા, હીટર અને કોલસાની માગમાં વધારો થયો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી હવામાન શુષ્ક અને કંઈક અંશે ખુશનુમા હતું, પરંતુ તાજી હિમવર્ષા અને વરસાદથી ખીણમાં શિયાળાના નિયમિત આગમનનો અહેસાસ થયો છે.
પ્રવાસન વિભાગના એક ઓફિસરે આશા વ્યક્ત કરી હતી કે હિમવર્ષા પ્રવાસન પ્રવૃત્તિઓને પુનર્જીવીત કશે. તેમણે કહ્યું કે, શિયાળાની પહેલી હિમવર્ષા હંમેશાં ખીણ માટે શુભ માનવામાં આવે છે, કારણ કે તે કાશ્મીરના કુદરતી સૌંદર્યમાં એક નવું પરિમાણ ઉમેરે છે અને પ્રવાસીઓને આકર્ષે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial