Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈયુ-અમેરિકા વચચે ઐતિહાસિક ડીલઃ
વોશિંગ્ટન તા. ર૯: અમેરિકા યુરોપિયન યુનિયન પર પણ ૧પ ટકા ટેરિફ નાખશે. ડીલમાં અમેરિકન શસ્ત્રો ખરીદવાનો નિર્ણય કરાયો છે. અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે એક ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર થયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર સોદો ગણાવ્યો છે, જેનાથી બન્ને પક્ષોને મોટા પાયે આર્થિક લાભ થવાની અપેક્ષા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન યુનિયન વચચે એક મોટા અને ઐતિહાસિક વેપાર કરારની જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પે આ કરારને 'અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર' ગણાવ્યો છે, જે બન્ને પક્ષો માટે ફાયદકારક સાબિત થશે.
ટ્રમ્પે આ પ્રસંગે કહ્યું કે આ કરાર હેઠળ બધા દેશોના બજારો ખુલ્લા રહેશે અને યુરોપિયન યુનિયન પર તમામ ક્ષેત્રોમાં ૧પ ટકા ટેરિફ લાદવામાં આવશે. આ સાથે ઈયુ અમેરિકા પાસેથી લશ્કરી સાધનોની ખરીદી પણ વધારશે. ઊર્જા ક્ષેત્રમાં પણ યુરોપિયન યુનિયન અમેરિકા પાસેથી લગભગ ૧પ૦ બિલિયન ડોલરની ઊર્જા ખરીદશે, જે બન્ને પક્ષો વચ્ચે આર્થિક સહયોગને મજબૂત બનાવશે.
આ ઉપરાંત યુરોપિયન યુનિયન અમેરિકામાં ૬૦૦ બિલિય્નનું રોકાણ કરશે, જેનાથી અમેરિકન અર્થતંત્ર પણ મજબૂત થશે. આ સોદા હેઠળ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર પહેલાથી જ અમલમાં રહેલી હાલની ડ્યુટી સિસ્ટમ્સ ચાલુ રહેશે. આગમી બે અઠવાડિયામાં ચિપ્સ અથવા સેમિકન્ડક્ટર ક્ષેત્ર અંગે કલમ ર૩ર હેઠળ નવી જાહેરાત કરવામાં આવશે, જે આ ઉદ્યોગ માટે એક મોટી પહેલ હશે.
યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને આ કરારને સ્થિરતા લાવનાર કરાર ગણાવ્યો અને કહ્યું કે, તે બન્ને પો વચ્ચે વધુ સારા વેપાર સંબંધો સ્થાપિત કરશે. ઉપરાંત અલેઉથનિકે કહ્યું કે ચિપ્સ ક્ષેત્રને લગતી નવી નીતિઓ ટૂંક સમયમાં બહાર આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial