Advertisement
Author: નોબત સમાચાર

નિકાવામાં પૈસા ટ્રાન્સફર કરવાનું કામ કરતા વેપારીને અજાણ્યા શખ્સે ચોપડી દીધો રૂપિયા ૫૧ હજારનો ચૂનો

અજાણ્યા નંબર પરથી કોલ કરી રૂા.૨૪ હજાર તથા રૂા.ર૭ હજારના ટ્રાન્ઝેક્શન કરાવાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: કાલાવડના નિકાવા ગામમાં દુકાન ધરાવતા એક વેપારીને બે સપ્તાહ પૂર્વે એક શખ્સે પૈસા ટ્રાન્સફર કરી આપવાનું કહી રૂા.પ૧ હજારની રકમ ટ્રાન્સફર કરાવી લીધા પછી મોબાઈલ બંધ કરી દઈ છેતરપિંડી કરતા મામલો આખરે પોલીસ મથકે પહોંચ્યો છે. આ વેપારી પૈસા ટ્રાન્સફર કરવાનું કામ કરતા હોવાથી રૂા.૨૪ હજાર અને રૂા.ર૭ હજારના બે ટ્રાન્ઝેક્શનમાં રૂા.પ૧ હજારની છેતરપિંડી કરાઈ છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા અમીતભાઈ પ્રવીણભાઈ ભાયાણી નામના વેપારીએ પોતાના મોબાઈલમાંથી ગૂગલ-પે કરી ૮૨૩૭૫ ૧૬૬૭૦ નંબર પર રૂા.૫૧ હજાર ટ્રાન્સફર કર્યા હતા. તે પછી અમિતભાઈએ પોતાની સાથે છેતરપિંડી કરાયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ૮૮૫૬૦ ૬૦૧૫૦ નંબરવાળા રોહનભાઈ નામના વ્યક્તિએ પોતાની ખોટી ઓળખ આપી અમિતભાઈને કોલ કર્યા પછી પાનની દુકાન ચલાવતા એક આસામી અમિતભાઈ પાસે ફોન ચાલુ રાખીને આવ્યા હતા અને તેઓએ કરિયાણા તથા પૈસા ટ્રાન્સફરનો વ્યવસાય કરતા અમિતભાઈને વાત કરો, આ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરવાના છે તેમ કહેતા અમિતભાઈએ તે ફોનમાંથી વાત કર્યા પછી ૮૨૩૭૫ ૧૬૬૭૦ નંબર પર રૂા.૫૧ હજાર ટ્રાન્સફર કરી આપ્યા હતા.

તે પછી અમિતભાઈએ પાનના વેપારીને પૈસાનું પૂછતા આ વેપારીએ પણ પોતે ફોન કરનાર વ્યક્તિને ઓળખતા ન હોવાનું કહેતા અમિતભાઈ હેબતાઈ ગયા હતા. જો કે, આ વેળાએ વધુ રૂા.૨૦ હજાર ટ્રાન્સફર કરવાનું કહેવાતા અમિતભાઈએ સાવચેતી વાપરી પૈસા મોકલાવી આપો તેમ કહેતા ફોન કપાઈ ગયો હતો અને રૂા.૨૦ હજાર ટ્રાન્સફર થતાં થતાં રહી ગયા હતા. ગયા મહિનાની ર૬ તારીખે જ્યારે અમિતભાઈ સવારે પોતાની ભાયાણી બ્રધર્સ નામની દુકાને હતા ત્યારે આમ બન્યું હતું.

કાલાવડ ગ્રામ્ય પોલીસે ઉપરોક્ત ફરિયાદ પરથી રોહન નામના મોબાઈલ નંબર ૮૮૫૬૦ ૬૦૧૫૦ના ધારક તથા જે નંબરમાં પૈસા ટ્રાન્સફર કરાયા તેના ધારક સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh