Advertisement
Author: નોબત સમાચાર

ર૭ વર્ષ પહેલાં ઝડપાયેલી બનાવટી ચલણી નોટના કેસમાં તમામ આરોપીનો થઈ મુક્તિ

ઓખાના દરિયામાંથી સલાયાનું વહાણ ઝડપાયું હતું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: ઓખાના દરિયામાંથી ર૭ વર્ષ પહેલાં સલાયાનું એક વહાણ કસ્ટમે રોક્યું હતું અને તેમાંથી રૂ.૨૭ લાખ ઉપરાંતની નકલી ચલણી નોટ મળી આવી હતી. તે અંગે ખલાસીઓ, વહાણ માલિક સહિતના શખ્સો સામે ગુન્હો નોંધાયો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે તમામ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

અગાઉ જામનગર જિલ્લામાં સમાવિષ્ટ ઓખામાં ગઈ તા.૨-૧૧-૯૮ના દિને ઓખા કસ્ટમને મળેલી બાતમીના આધારે ઓખાના દરિયામાંથી સલાયાના જાનીયા મદદ નામના વહાણને રોકી લેવામાં આવ્યું હતું. તે વહાણમાં શારજહાંથી ડુંગળી ભરવામાં આવી હતી.

તે વહાણમાં રહેલા કોથળાઓ ચકાસાતા તેમાંથી ૨૭૪૭૦૦૦ની કિંમતની બનાવટી ચલણી નોટ મળી આવી હતી. આ બાબતે કસ્ટમનો કોઈ ગુન્હો બનતો ન હોય અને ઓખા કસ્ટમમાં માલ રાખવાનું ગોડાઉન પણ ન હોવાથી તા.૮-૧૧-૯૮ના દિને જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૪૮૯ (બી) (સી) તથા ૧૨૦ (બી) મુજબ ગુન્હો નોંધાયો હતો. તપાસમાં તે નકલી નોટ મધ્યપ્રદેશના ડેવાસમાંથી આવી હોવાનું ખૂલ્યું હતું. હારૂન એલિયાસ ગાધ અને સાત ખલાસી તેમજ વહાણ માલિક લતીફ આદમ ગંઢાર, શારજહાંથી માલ મોકલનાર રાજુ અનડકટ ઉર્ફે કાણીયા તથા મૂળ સલાયાના અને જે તે વખતે મુંબઈમાં રહેતા અને જાલીનોટ મંગાવનાર સલીમ યાકુબ કારા સામે ગુન્હો નોંધાયો હતો.

ઉપરોક્ત કેસ જામનગરની અધિક સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા બચાવ પક્ષે જુદા જુદા છ મુદ્દા પર દલીલો રજૂ કરી હતી. તે દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે તમામ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે અને મુદ્દામાલમાં કબજે કરાયેલુ જાનીયા મદદ નામનું વહાણ તેના માલિકને પરત સોંપી આપવાનો હુકમ કર્યાે છે. બચાવપક્ષે વકીલ પરેશ એમ. બુચ, હીરેન વસાવડા, ફૈઝલ ચરીયા, સુમિત પરમાર રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh