Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માથા તથા પીઠમાં છએક ઘા ઝીંકી દીધાઃ
જામનગર તા. ૧૭: જામનગર નજીકના સિક્કામાં રવિવારે રાત્રે સિત્તેર વર્ષના વૃદ્ધ પિતા પર યુવાન પુત્રએ અન્યને ઘરેથી ચાલ્યા જવાનું કેમ કહ્યું તેમ કહી ધોકાથી હુમલો કરી હાથ, માથા, પીઠ તથા મ્હોંના ભાગે ઈજા કરી હતી. પિતાએ પોલીસમાં પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગર તાલુકાના સિક્કા ગામના કારાભુંગા વિસ્તારમાં આવેલી નીમાજ કોલોનીમાં રહેતા વાલજીભાઈ કરશનભાઈ ચૌહાણ નામના સિત્તેર વર્ષના વૃદ્ધ રવિવારે રાત્રે પોતાના ઘરે હતા. ત્યારે જગદીશ વાલજીભાઈ ચૌહાણ નામનો તેમનો પુત્ર ઘરે આવ્યો હતો.
આ વેળાએ ડાયાભાઈ સાથે વાલજીભાઈના પુત્ર ધર્મેન્દ્રએ બોલાચાલી કરી હોવાથી ડાયાભાઈ રજૂઆત કરવા માટે આવ્યા હતા. તેઓને વાલજીભાઈએ મારો પુત્ર ધર્મેન્દ્ર ઘરે નથી તેમ કહી ચાલ્યા જવાનું કહેતા ઉશ્કેરાયેલા જગદીશે પોતાના પિતા વાલજીભાઈને તેમ કેમ કહો છો તેમ કહી ધોકાથી હુમલો કરી હાથ, પગ, માથા તથા પીઠમાં ઈજા પહોંચાડી હતી. વાલજીભાઈએ સિક્કા પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્ર જગદીશ સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial