Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રનવે પરથી ઉડન ભરતી વખતે બની ઘટના
નવી દિલ્હી તા. ૯: ઉત્તરપ્રદેશના ફર્રૃખાબાદમાં વિમાન દુર્ઘટના થઈ છે. એક પ્રાઈવેટ જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું છે. રનવે પરથી વિમાન સીધુ ઝાડી-ઝાંખરામાં ઘૂસી જતા આ દુર્ઘટના સર્જાઈ છે.
આ દુર્ઘટનામાં મુસાફરો અને બન્ને પાયલોટ માંડ બચ્યા હોવાનું જાણવા મળે છે. એક કંપનીના એમ.ડી. તેમના સ્ટાફ સાથે ઉડાન ભરી રહ્યાં હતાં, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્રો, પોલીસ તથા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. સદ્ભાગ્યે કોઈ જાનહાનિના સમાચાર નથી.