Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કર્ણાટક સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યો રિપોર્ટ
બેંગ્લુરૂ તા. ૧૭: આઈપીએલ પછી બેંગ્લુરૂમાં નાસભાગનું ઠીકરૃં આરસીબી પર ફોડાયું છે. સરકારે આ અંગે હાઈકોર્ટમાં રજૂ કરેલા આરસીબી અને વિરાટ કોહલીને જવાબદાર ઠેરવાયા છે.
બેંગ્લુરૂમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂની જીતની ઉજવણી દરમિયાન મચેલી નાસભાગના કેસમાં કર્ણાટક સરકારે હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં સમગ્ર ઘટના માટે વિરાટ કોહલીને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. જેમાં અનેક પ્રકારની ગંભીર બેદરકારી થઈ હોવાનો પણ ઉલ્લેખ છે.
આઈપીએલ ૨૦૨૫માં આરસીબીની જીતની ઉજવણી કરવા બેંગ્લુરૂમાં ૪ જૂનના રોજ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાસભાગ મચતાં ૧૧ લોકોના મોત નીપજ્યા હતાં. આ દુર્ઘટનાના રિપોર્ટમાં કર્ણાટક સરકારે દર્શાવ્યું છે કે, વિરાટ કોહલીએ વીડિયોમાં પોતાના ચાહકોને ફ્રીમાં વિક્ટરી પરેડમાં જોડાવા અપીલ કરી હતી. જેના લીધે ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. નાસભાગ માટે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે આરસીબીને જવાબદાર ઠેરવી હતી. આરસીબીએ પોલીસની મંજૂરી વિના જ સોશિયલ મીડિયા પર અચાનક વિક્ટરી પરેડની જાહેરાત કરી દીધી હતી. જેથી લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.
કર્ણાટક સરકાર દ્વારા બેંગ્લુરૂમાં થયેલી નાસભાગ મુદ્દે રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં અનેક ગંભીર બેદરકારી અને ગેરવહીવટ થયો હોવાનું જણાવ્યું છે. મંજૂરી વિના જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજક ડીએનએ નેટવર્ક પ્રા.લિ. એ ૩ જૂનના પોલીસને આ કાર્યક્રમની માત્ર સૂચના આપી હતી. પરંતુ ૨૦૦૯ના આદેશ અનુસાર તેમણે અનિવાર્ય કોઈ મંજૂરી લીધી ન હતી. જેથી પોલીસે તેમને મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો.
બેંગ્લુરૂ પોલીસે ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખતાં વિક્ટરી પરેડને મંજૂરી આપી ન હતી, તેમ છતાં આરસીબીએ સોશિયલ મીડિયા પર ચાર જૂનના જાહેરમાં ઈવેન્ટનો પ્રચાર કર્યો. વિરાટ કોહલીએ પોતાના ચાહકોને મફતમાં વિક્ટરી પરેડમાં જોડાવા અપીલ કરી હતી.
બેંગ્લુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીના સન્માન સમારોહમાં પણ મફત એન્ટ્રીના કારણે ત્રણ લાખથી વધુ સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. જેનાથી સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ હતી. કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ બપોરે ૩.૧૪ વાગ્યે આયોજકે અચાનક જાહેરાત કરી હતી કે, સ્ટેડિયમમાં એન્ટ્રી માટે પાસ જરૂરી રહેશે. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આરસીબી, ડીએનએ, અને કેએસસીએ (કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન) વચ્ચે સમન્વયની ઉણપ જોવા મળી હતી. એન્ટ્રી ગેટ શરૂ કરવામાં વિલંબ અને અવ્યવસ્થાના કારણે નાસભાગ મચી હતી. જેમાં સાત પોલીસકર્મી ઘવાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial