Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક તરફ ભારતમાં બેરોજગારીનો દર ઘટીને ૫.૨ ટકા થઈ જતા ભારતની ઈકોનોમી વિશ્વમાં ત્રીજું સ્થાન લેવાની તૈયારીમાં હોવાનો જોરશોરથી પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે, તો બીજી તરફ ભારતમાં સ્થાનિક અને વૈશ્વિક પ્રવાહોની બેવડી અસરોના કારણે અનિશ્ચિતતાઓનો માહોલ ઊભો થઈ રહ્યો હોવાની ચર્ચા પણ થઈ રહી છે. લગભગ બે કરોડ ભારતીય નોકરીઓ જોખમમાં હોવાનો અભિપ્રાય આજે ટોક ઓફ ધ નેશન અને ગ્લોબલ ટેન્શનનું માધ્યમ બન્યો છે. વિશ્વ ક્ષેત્રોના તજજ્ઞો તથા ખાસ કરીને અર્થતંત્રના નિષ્ણાતોના તારણો જોતાં વિરોધાભાસી દાવાઓના કારણે એક એવી ગૂંચ ઊભી થઈ રહી છે, તેના અર્થઘટનો ગંભીર છે અને અનુમાનો પણ અણધાર્યા પરિણામોની આશંકા ઊભી કરે છે.
મીડિયામાં થતી ડિબેટીંગ અને અખબારી આલમમાં થતી ચર્ચાઓ મુજબ આપણો દેશ ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી ઈકોનોમી બનવા જઈ રહી છે, કારણ કે અન્ય ટોપ ફાઈવ ઈકોનોમી દેશો પૈકીના ચાર દેશોમાં રોજગારી ઘટી રહી છે અને બેરોજગારી વધી રહી છે, જયારે તેનાથી વિપરીત ભારતમાં બેરોજગારીનો દર ઘટી રહ્યો છે. ભારતની ગ્રામીણ રોજગારીમાં ક્રમશઃ વૃદ્ધિ થઈ રહી હોવાથી ભારતમાં બેરોજગારીનો દર ઘટી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, અર્થશાસ્ત્રીઓ ભારતને ચેતવણી પણ આપી રહ્યા છે અને દેશની અર્થનીતિ ઘડનારાઓ નહીં ચેતે તો ભારતમાં આર્થિક સંકટોની આંધી ઉઠી શકે છે., એટલું જ નહીં, ગંભીર પરિણામો પણ આવી શકે છે. ભારતમાં નોકરીઓ પર ઝળુંબી રહેલું જોખમ માત્ર આર્થિક મંદીના કારણે નહીં આવે, પરંતુ તેની પાછળ યોગ્ય નીતિમાં તથા બદલી રહેલી ટેકનોલોજી પણ જવાબદાર હોઈ શકે છે, તે પ્રકારના અભિપ્રાયો આપીને લાલબત્તી દર્શાવી રહ્યા છે.
એમ.આઈ.એમ.ના સ્થાપક અને પ્રખર ઈકોનોમિસ્ટ સહિતના તજજ્ઞો એ.આઈ. તરફ તથ અંગૂલી નિર્દેશ કરી રહ્યા છે. કેટલીક કંપનીઓ ખર્ચ ઘટાડવા તો ઠીક, પરંતુ નવીનીકરણ અને આધુનિકરણ માટે પણ અસાધારણ કદમ ઉઠાવી રહી છે. અને યુગને અનુરૂપ તથા સ્પર્ધાના જમાનામાં કાર્યક્ષમતા અને ઝડપ વધારવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થાય, તે સ્વાભાવિક પણ છે., પરંતુ કેટલાક ક્ષેત્રોમાં તો આઈ.ટી. અને કોમ્પ્યુટરાઈઝેશન તથા ઈન્ટરનેટ બેઈઝ સિસ્ટમના કારણે કેટલાક સેકટર્સમાં પરંપરાગત મધ્યમવર્ગોની નોકરીઓનું સ્થાન હવે ગિગ જોબ્સ લઈ રહી છે.
ઈકોનોમી અને વૈશ્વિક પ્રવાહોના જાણકારોના અભિપ્રાયોનું તારણ એવું નીકળે છે કે આગામી બે-ચાર વર્ષમાં તો ભારતની વર્કફોર્સ ગિગ અર્થતંત્રમાં પરિવર્તીત થઈ જશે, અને અત્યારે જેવી રીતે ડિલિવર બોયઝ, ફૂડ અને કોમોડિટી ડિલિવરીની જેમ અન્ય ઘણાં ક્ષેત્રો ધીમે ધીમે કામચલાઉ અથવા અસુરક્ષિત કાર્યબળમાં બદલતા જશે, અને તેની વ્યાપક અસરો તમામ પ્રકારના વ્યવસાયો પર પણ થશે.
આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના ફાયદાઓ પણ ઘણાં છે અને સિસ્ટોમેટિક, ટ્રાન્સપરન્ટ તથા એક્યુરેટ પરિણામો માટે એ.આઈ. ખૂબ જ ઉપયોગી પૂરવાર થઈ રહ્યું હોવાની જોરદાર દલીલો પણ થતી રહે છે, તો બીજી તરફ સંવેદના અને માનવીય લાગણીઓ વિહોણા મશીનીયા એડમિનિસ્ટ્રેશન કે પ્રોડક્શન સામે સવાલો પણ ઉઠી શકે છે.
ભારતનું અર્થતંત્ર ઘરઆંગણાના દેવાના બોજમાં દબાઈ રહ્યું હોવાનો અભિપ્રાય પણ અવગણવા જેવો નથી. જો હોમલોન સિવાયના દેવાની ગણતરી કરવામાં આવે, તો તે આવકના ૩૦થી ૩૫ ટકાની વચ્ચે અંદાજી શકાય, અને આ દેવું વૈશ્વિક સરખામણીમાં સામાન્ય ગણી શકાય નહીં. આ સ્થિતિ માટે ટ્રમ્પ ટેરિફનું પ્રેશર પણ જવાબદાર ગણાય, અને જો ભારત પરથી ટ્રમ્પ ટેરિફ નહીં હટે અથવા નહીં ઘટે તો લગભગ બે કરોડ જેટલા ભારતીયો ગ્લોબલ કક્ષાએ બેરોજગાર થઈ જશે, એટલે કે તેઓ નોકરી ગુમાવશે, જેનો બોજ ભારતીય અર્થતંત્ર તથા રોજગારીક્ષેત્ર પર પડી શકે છે.
આ તમામા પ્રકારના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિશ્લેષણો વચ્ચે ગૂગલનો મેગા પ્રોજેક્ટ ભારતમાં આવી રહ્યો હોવાના તથા ગૂગલ આગામી પાંચ વર્ષમાં ૧૫ બિલિયન ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ કરશે, તેવું જાહેર થયું છે. વિશાખાપટ્ટનમમાં એક ગીગાવોટ ડેટા સેન્ટર કેમ્પસના ડેવલપમેન્ટ થતા યુ.એસ.ની બહાર ગૂગલનું આ સૌથી મોટું એ.આઈ. હબ બનશે, તેવો આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે. આ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં એરટેલ અને અદાણી કોનેએકસની કથિત પાર્ટનરશીપની ફલશ્રુતિઓ અંગે પણ અલગથી અનુમાનો અને અંદાજો થઈ રહ્યા છે. ભારતી એરટેલના મેનેજીંગ ડિરેક્ટરે તો આ પાર્ટનરશીપને ભારતના ડિજિટલ ભવિષ્યની બુનિયાદ જેવું એક સમયોચિત નિર્ણાયક કદમ ગણાવ્યું, તો વડાપ્રધાને નવું એ.આઈ. હબ ટેકનોલોજીના લોકશાહીકરણમાં એક શક્તિશાળી બળ ગણાવીને શાસનવ્યવસ્થાને એ.આઈ. સાથે સાંકળીને ભારત ગ્લોબલ ટેકનોલોજીકલ લીડર બનવા જઈ રહ્યું હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
આમ, એક તરફ ઊંચા ઊંચા સપના દેખાડાઈ રહ્યા છે, અને બીજી તરફ એ.આઈ.ને લઈને વોર્નિંગ પણ અપાઈ રહી છે, ત્યારે ભારત ત્રીજી ઈકોનોમી બને ત્યારે ખરી, પરંતુ અત્યારે તો "વેઈટ અને વોચ"ની પોલિસી અપનાવીને તેલ અને તેલની ધાર જોઈ, ને જ નિર્ણયો લેવા પડે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial