Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રામજનો માટે ઉત્તમ આરોગ્ય સુવિધાઓનું નવું કેન્દ્ર બનશેઃ
જામનગર તા. ૧૭: રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના મોખાણા માં નવનિર્મિત આયુષ્માન આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ. ૩૬.૭૧ લાખના ખર્ચે તૈયાર થયેલું આ કેન્દ્ર મોખાણા અને આસપાસના ગ્રામજનો માટે ઉત્તમ આરોગ્ય સુવિધાઓનું નું કેન્દ્ર બનશે.
આ પ્રસંગે રાઘવજીભાઈ પટેલએ જણાવ્યું હતું કે આ આયુષ્માન આરોગ્ય કેન્દ્રની સુવિધા ઊભી થવાથી હવે મોખાણા સહિત આસપાસના ગ્રામજનોને સ્થાનિક કક્ષાએ જ શ્રેષ્ઠ આરોગ્ય સવલતો ઉપલબ્ધ થશે. ખાસ કરીને ગ્રામીણ માતાઓ અને બાળકોના સ્વાસ્થ્યને વિશેષ પ્રાધાન્ય આપતા, આ કેન્દ્ર પર પ્રસૂતા અને નવજાત શિશુની સારવાર, નિયમિત રસીકરણ, બાળ રોગ તથા કુપોષણ સંબંધિત સારવાર અને સુવિધા મળતી થશે. વધુમાં રાઘવજીભાઈએ ઉમેર્યું કે આ કેન્દ્રમાં અન્ય તમામ રોગો માટે સારવાર, સચોટ નિદાન અને જરૂરી માર્ગદર્શન પણ અપાશે. સાથે જ, કેન્દ્રના માધ્યમથી સરકારની આરોગ્ય વિષયક અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પણ સીધા જ ગ્રામજનો સુધી પહોંચતા થશે. આ પ્રસંગે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા, અગ્રણી ડો.વિનુભાઈ ભંડેરી, રામજીભાઈ પરમાર, રાહુલ પરમાર, ડો. ગુપ્તા સહિત સ્થાનિક પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial