Advertisement
Author: નોબત સમાચાર

વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ

સુરજકરાડીમાં જલારામ ચેરી.ટ્રસ્ટ દ્વારા

                                                                                                                                                                                                      

મીઠાપુર તા. ૩: સુરજકરાડીમાં જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વ. શંકરલાલ ખીમજીભાઈ રાયમંગીયા, સ્વ. મનસુખભાઈ નરોત્તમ દાસ બારાઈ તથા સ્વ. ભરતભાઈ મનસુખભાઈ બારાઈની સ્મૃતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સુરજકરાડી તાલુકા શાળા, મહાદેવપરા તાલુકા શાળા, સુરજકરાડી કન્યા શાળા, આરંભડા સરસ્વતી શીશુમંદિર માધ્યમિક શાળા તથા કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ચોપડા આપવામાં આવ્યા હતા. આ સેવાકિય પ્રવૃત્તિ છેલ્લા ૧૩ વર્ષથી ચાલુ છે. દાતા પરિવારના તથા જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ-આરંભડાના ટ્રસ્ટી અનુપમ  ભાઈ બારાઈ, સુરજકરાડી ગ્રેઈન મરચન્ટ એસો.ના પ્રમુખ રાજેશભાઈ સુતરીયા, પ્રભુદાસભાઈ કાનાણી, હસમુખભાઈ કાનાણી તેમજ દરેક શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા દરેક શાળામાં ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે દાતા પરિવાર દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને શિક્ષણમાં જરૂરી મદદ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh