Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે
જામનગર તા. ૧૩: જામનગર અને રાજકોટને જોડતા અગત્યના માર્ગ પર વાહનવ્યવહારને વધુ સરળ અને સલામત બનાવવાના ઉદૃેશ્ય સાથે ધુંવાવમાં નવનિર્મિત બ્રિજનું રાજ્યના કેબિનેટ કૃષિ, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ં
આ પ્રસંગે રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે માળખાગત સુવિધાઓને ટોચની પ્રાથમિકતા આપી છે. આ નવનિર્મિત બ્રિજ માત્ર એક નિર્માણ કાર્ય નથી, પરંતુ જામનગર અને આસપાસના વિસ્તારના લોકો માટે સમયની બચત સાથે આર્થિક ગતિવિધિઓને વેગ આપવાનું માધ્યમ બનશે. આ અત્યાધુનિક રિવર બ્રિજનું નિર્માણ જામનગર રૂ. ૪.૩૩ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.
માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નિર્માણ કરાયેલ અને જામનગરને જોડતા ધોરીમાર્ગ પર આવેલો આ બ્રિજ ૧૧૧ મીટરની લંબાઈ અને ૬ ગાળા ધરાવે છે. આ બ્રિજ થકી ચોમાસા દરમ્યાન નદીમાં પાણી આવવાના કારણે ગ્રામજનોને થતી મુશ્કેલી દૂર થશે સાથે જામનગર-રાજકોટ વચ્ચેની અવરજવર ઝડપી બનશે.
આ પ્રસંંગે માર્કેટીંગ યાર્ડના ચેમેન મુકુંંદભાઈ સભાયા, આગેવાન કુમારપાલસિહં રાણા, મહેન્દ્રસિંહ જાડેજા, નયનાબેન કણજારીયા, ગિરિરાજસિંહ જાડેજા, સરપંચ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial