Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોટાદમાં બબાલ પછી હડદડમાં હોબાળો સર્જાયો અને "કડદા"ના કકળાટમાં પોલીસ અને ખેડૂતો સામસામે આવી ગયા, અને તેમાં આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ તથા સ્થાનિક નહીં, સમગ્ર ગુજરાતમાંથી પડેલા પ્રત્યાઘાતો જોતા આ મુદ્દો હવે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો, તે પછી આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે, અને ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે બોટાદ એપીએમસીમાં ફરીથી આજે હરાજી શરૂ. થઈ ગઈ હોવાના અહેવાલો છે.
હકીકતે બોટાદ જિલ્લાના કોટન યાર્ડમાં ત્યાંની કડદાપ્રથાના વિરોધમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા, જેમાં ખેડૂત અગ્રણીઓ તથા સ્થાનિક આગેવાનો જોડાયા હતા. એકાદ-બે દિવસ પહેલા આમઆદમી પાર્ટીના ખેડૂત નેતાએ બોટાદ કોટન યાર્ડમાં કોટનના (કપાસના) મુદ્દે યાર્ડમાં ચાલી રહેલા ખેડૂતો અને વ્યાપારીઓના વિવાદ, હરાજી પછી કપાસના ટ્રાન્સપોર્ટેશનની જવાબદારીનો મુદ્દો અને કડદાના મુદ્દે બેઠક યોજ્યા પછી ઘરણાં કરીને વિરોધ દર્શાવ્યો હતો., અને પોલીસે નેતાની અડધી રાત્રે અટક કરીને પછી તેના નિવાસસ્થાને છોડો મુક્યા હતા, તે પછી બોટાદ જિલ્લામાં વાતાવરણ તંગ બનતા પોલીસ બંદોબસ્ત વધુ ચૂસ્ત કરાયો હોવાના અહેવાલો હતા.
આટલે સુધી તો બધું ઠીક જણાતું હતું અને ખેડૂતો-વ્યાપારીઓ અને તંત્રો વચ્ચે વાટાઘાટો દ્વારા વિવાદ ઉકેલાઈ શકે તેવું લાગતું હતું., પરંતુ ગઈકાલે બોટાદના હડદડ ગામે ખેડૂતોની મહાપંચાયત યોજાઈ અને તેની મંજુરી નહીં લીધી હોવાનું જણાવીને થયેલી પોલીસ કાર્યવાહી પછી હડદડમાં હોબાળો સર્જાયો હતો, અને હિંસક સ્વરૂ.પ ધારણ કરી લીધું હતું. પોલીસ પર પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ પછી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ટીયર ગેસ છોડીને લાઠીચાર્જ કર્યો હતો અને કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી. બીજી તરફ આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓએ પણ સમગ્ર ઘટનાક્રમ સામે આક્રોશ ઠાલવ્યો હતો.
બીજી તરફ બોટાદ જવા નીકળેલા આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીને પોલીસતંત્રે આગળ જવા ન દીધા અને ધરણાં પર બેસી જતાં પોલીસે તેની ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી. ઈશુદાન ગઢવીએ કહ્યું કે અમે આતંકવાદી થોડા છીએ ? ભાજપની સરકાર ખેડૂત વિરોધી છે અને અમે ખેડૂતોને ન્યાય અપાવીને જ રહેશું, વિગેરે પ્રકારના આમઆદમી પાર્ટીના નેતાઓના નિવેદનો પણ આવ્યા હતા. આ તરફ આ આંદોલન સાથે પહેલેથી જોડાયેલા અને ખેડૂત નેતા રાજુ કરપડાએ તો પોલીસની ગાડીઓ હડદડ આવી, તે પહેલાં કેટલાક મોઢા પર રૂ.માલ બાંધેલા લોકો ટોળામાં ભળી ગયા અને તેઓએ જ પોલીસ પર પથ્થરો ફેંક્યા હોવાનો આરોપ લગાવ્યો. તે પછી પોલીસે સ્થિતિ કાબુમાં લીધી. પરંતુ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ રહી અને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો. આ ઘટનાના આજે રાજ્યવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને જે કાંઈ બની રહ્યું છે, તે જોતાં આ મુદ્દો છેક બિહારની વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં પણ એક મુદ્દો બનશે, તેમ જણાય છે.
આ મુદ્દે "આપ" સાથે છેડો ફાડી ચૂકેલા ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ આ મુદ્દે ઉગ્ર પ્રત્યાઘાતો આપતા ત્યાં સુધી કહ્યુું કે આ બધા પ્રશ્નો અત્યારે ઊભા કરનાર વર્ગ જ્યારે ચૂંટણી આવે, ત્યારે ભાજપને શા માટે ખોબલા ભરીને મતો આપે છે ? એક વખત ભાજપને સત્તામાંથી ઉખેડીને ફેંકી દેવામાં આવશે, તો બધા પ્રશ્નો ઉકેલાઈ જશે, તેમણે ખેડૂતોના આ આંદોલનને સમર્થન પણ જાહેર કર્યું છે.
કડદા આંદોલનને લઈને ખેડૂત નેતાઓના બદલે ખેડૂતોનું શોષણ કરે છે, તેવા લોકોની ધરપકડ કરવી જોઈએ, તેમણે કહ્યું હતું કે માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોનું શોષણ કરતા કડદાકાંડ માટે શાસકો અને તેના સમર્થકો જવાબદાર છે. યાર્ડના સત્તાધીશોએ ખેડૂતો તરફી વલણ દાખવવું જોઈએ...હરાજી થયા પછી તથ ખેડૂતોનું શોષણ કરવાના કારસા રચાતા હોય ત્યારે ખેડૂતોએ હવે જાગૃત થવું જ પડશે. હળવદની ઘટના બની તે પહેલા જ ઉમેશ મકવાણાએ આ પ્રકારના નિવેદનો મીડિયામાં કર્યા હતા, અને હળવદના ઘટનાક્રમ પછી આજે જે રાજ્યવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તે જોતાં સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો એકજૂથ થઈને રાજ્યવ્યાપી અવાજ ઉઠાવશે, તેવા સંકેતો, ગઈકાલે મળ્યા હતા. પણ એ ઉલ્લેખનિય છે કે જૂન મહિનામાં ઉમેશ મકવાણાએ આમઆદમી પાર્ટીના હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યા પછી આમઆદમી પાર્ટીમાં પણ પછાતવર્ગોની ઉપેક્ષા થતી હોવાના આક્ષેપો કર્યા હતા., તે પછી તેમને પાર્ટીમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવાના અહેવાલો આવ્યા હતા, તે સમયે તેઓ ભાજપમાં જોડાઈ જશે, તેવી વાતો વહેતી થઈ હતી, પરંતુ તે પછી બોટાદ અને હડદડના તાજા ઘટનાક્રમો પછી તેમણે મીડિયા સમક્ષ કરેલા નિવેદનો જોતા તેઓ ભાજપમાં તો નહીં જ જોડાય, પરંતુ તેઓ ખેડૂતોના મુદ્દે પોતાની ભાવિ રાજકીય કારકિર્દીની દિશા નક્કી કરશે, તેમ જણાય છે. જોઈએ, આગે આગે હોતા હૈ ક્યા...!
આમઆદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ પણ આ મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા હતા. ખેડૂતોના આંદોલનને તોડી પાડવા ષડયંત્ર રચાયું હોવાની વાત કરી હતી. જો ખેડૂતો સાથે ભળી જઈને કોઈ શંકાસ્પદ શખ્સોએ આ કૃત્ય કર્યું હોય તો તેમાં સ્થાનિક તંત્રો પણ સંડોવાયેલા હોઈ શકે છે, તેવી સમગ્ર ઘટનાક્રમની ન્યાયિક તપાસ થાય અને તેમાં સ્થાનિક તંત્રોની ભૂમિકાની પણ તટસ્થ તપાસ ન્યાયિક દેખરેખ હેઠળ થાય, તે જરૂ.રી હોવાનો જનમત પણ ઘડાઈ રહ્યો છે. તે પછી આજે પાટનગર ગાંધીનગરમાં શું નિર્ણયો લેવાય છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial