Advertisement
Author: નોબત સમાચાર

શ્વાન કરડવાની અવિરત ઘટનાઓથી દેશની છબી વિદેશોમાં પણ ખરડાઈ રહી છેઃ સુપ્રિમકોર્ટ

દેશભરમાં રખડતા શ્વાનોના ખસીકરણના આદેશને સરકારો ઘોળીને પી ગઈ !

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૭: વિદેશોમાં છબી ખરડાઈ રહી છે તેમ જણાવી રખડતા શ્વાન મામલે સુપ્રિમકોર્ટ રાજયોની સરકારથી નારાજ થઈને ત્રીજી નવેમ્બર સુધીમાં જવાબ માંગ્યો છે.

દેશભરમાં રખડતા શ્વાન મામલે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર દ્વારા સોગંદનામું દાખલ ન કરવા બદલ સુપ્રિમકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રિમકોર્ટે કહ્યું કે, આદેશ આપ્યા પછી પણ શ્વાન કરડી જવાની અનેક ઘટનાઓ બની રહી છે. વિદેશોમાં પણ દેશની છબી ખરાબ થઈ રહી છે, તેમ છતાં રાજ્યોએ અનુપાલનનું સોગંદનામું રજૂ કર્યુ નથી.

કોર્ટે રાજ્યોના મુખ્ય સચિવને આ અંગે જાણ કરી ત્રણ નવેમ્બર સુધી જવાબ આપવા કહ્યું છે. સુપ્રિમકોર્ટે ઓગસ્ટમાં દેશભરના રખડતા શ્વાનને પકડી, તેમનું ખસીકરણ કરી છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. તેના અનુપાલન માટે રાજ્ય અને કેન્દ્રશાસિત સરકારને સોગંદનામું રજૂ કરવા કહ્યું હતું, પરંતુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વલણથી સુપ્રિમકોર્ટ ખફા થઈ છે.

સુપ્રિમકોર્ટે કહ્યું કે, તા. રર-ઓગસ્ટના આદેશ અનુસાર માત્ર ૩ અનુપાલનના સોગંદનામા દાખલ કર્યા છે. જેમાં પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને દિલ્હી સામેલ છે. જો કે, અન્યોએ અમારા આદેશનું પાલન કર્યુ નથી. તેમણે હાજર થવું પડશે. કારણ કે, ત્રણ મહિના થયા હોવા છતાં અનુપાલનના સોગંદનામા દાખલ કર્યા નથી. તેમણે આવીને સ્પષ્ટતા આપવી પડશે. તેમણે સોગંદનામું રજૂ કરવું પડશે.

સુપ્રિમકોર્ટે દિલ્હી એનસીઆર સાથે જોડાયેલા રખડતા  શ્વાન મામલે રર-ઓગસ્ટના ચૂકાદો આપતાં તેનો અમલ રાજયભરમાં કરવા કહ્યું હતું. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ આદેશના અમલ પર સોગંદનામું દાખલ કરવા કહ્યું હતું. સુપ્રિમકોર્ટે તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને દિલ્હી સિવાય અન્ય રાજયો પાસેથી કોઈ જવાબ કે પ્રતિક્રિયા ન મળતાં નારાજગી વ્યક્ત કરી હતી. તેણે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને ૩-નવેમ્બરના રોજ સુપ્રિમકોર્ટમાં હાજર થઈ સ્પષ્ટતા આપવા સૂચન કર્યુ છે. જસ્ટિસ વિક્રમ નાથે જણાવ્યું હતું કે, આ મામલે વિદેશમાં ભારતની છબિ ખરાબ થઈ રહી છે. સુપ્રિમકોર્ટ રાજ્યના આ વલણથી નારાજ છે. જરૂરિયાત પર ઓડિટોરિયમમાં કેસ ચલાવવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh