Advertisement
Author: નોબત સમાચાર

લખી લ્યો... ટ્રમ્પની ટેરિફ ડેડલાઈન સામે પી.એમ. મોદી ઝુકી જશેઃ રાહુલ ગાંધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલ પર આકરા પ્રહારો

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૫ઃ કોંગીનેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને નિશાન બનાવીને ટ્રમ્પ ટેરિફના મુદ્દે આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ વખતે તેમણે અમેરિકા સાથેની ટ્રેડ ડીલને લઈને કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાતચીત ચાલી રહી છે.

આ દરમિયાન જ્યારે આ ડીલ અંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલનું નિવેદન સામે આવ્યું હતું, ત્યારે હવે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પિયૂષ ગોયલના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતા એક્સ પર પોસ્ટ કરી હતી.

રાહુલ ગાંધીએ પોતાની એકસ પોસ્ટમાં કહૃાું કે, 'મોદી સરકાર અમેરિકાના દબાણમાં આવીને ટ્રમ્પ દ્વારા નક્કી કરાયેલી ડેડલાઈન સામે ઝૂકશે. પિયૂષ ગોયલ ગમે તેટલી બડાઈ કરે, મારા શબ્દો લખી લો, પીએમ મોદી ટ્રમ્પની ટેરિફ ડેડલાઈન સામે ઝૂકી જશે.

કોંગ્રેસ નેતાએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ટેરિફને લઈને તણાવ છે. અગાઉ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના અમુક સામાન પર           ટેરિફ વધારવાની ચેતવણી આપી હતી. આ મુદ્દે કેન્દ્ર સરકારની પ્રતિક્રિયા પર વિપક્ષ સતત પ્રશ્ન ઉઠાવી રહૃાો છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહૃાું હતું કે, 'ભારત પોતાની શરતો પર ટ્રેડ ડીલ કરે છે. અમેરિકા, યુરોપિયન યુનિયન, ન્યુઝીલેન્ડ, ઓમાન, ચિલી અને પેરુ જેવા દેશો સાથે વાતચીત ચાલી રહી છે. ભારત ત્યારે જ કરાર કરે છે જ્યારે બંને દેશોને ફાયદો થાય અને ભારતના હિતોનું રક્ષણ થાય. દેશનું હિત આપણા માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે. ભારત કોઈપણ ડેડલાઈનના દબાણ હેઠળ કરાર કરતું નથી. અમે ફક્ત ત્યારે જ કરારને મંજૂરી આપીએ છીએ જ્યારે તે દેશ માટે સારું હોય.'

ભારત દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે તે કોઈપણ દબાણ હેઠળ ટ્રેડ ડીલ કરશે નહીં. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ ૧૦૦ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદ્યા હતા, જેમાં ભારત પર ૨૬% ટેરિફ લાદવામાં આવ્યો હતો. જોકે પાછળથી અમેરિકાએ આ ટેરિફ ૯૦ દિવસ માટે મુલતવી રાખ્યા હતા, પરંતુ આ ડેડલાઇન ૯ જુલાઈના રોજ પૂરી થઈ રહી છે. આ કારણે, આ ટ્રેડ ડીલ અંગે ચર્ચા તેજ થઈ ગઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh