Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની મહિલા પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં સંડોવાયેલા આરોપીનો છૂટકારો

ફરિયાદ સાબિત કરવામાં નિષ્ફળતાના કારણે

                                                                                                                                                                                                      

   જામનગર તા. ૫ઃ જામનગરના એક મહિલાએ દસેક વર્ષ પહેલાં તેના પર દુષ્કર્મ ગુજારવા અંગે એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો ગ્રાહ્ય રાખી આરોપી સામેનો કેસ સાબિત કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો છે તેમ ઠરાવી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરમાં એક પરિણીત મહિલાએ જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, ત્રણેક વર્ષ પહેલાં તેણી સાત રસ્તા પાસે વીજળીનું બીલ ભરવા ગઈ હતી ત્યારે ત્યાં આશિષ માધુભાઈ ચાવડા નામનો શખ્સ આવ્યો હતો અને તેની રિક્ષામાં બેસાડી એસટી ડેપો પાસે આવેલી એક હોટલના રૂમ નં.૨૦૨માં લઈ જઈ તેણીની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારપછી ભોગ બનનારના પતિ જ્યારે બહારગામ જતા હતા ત્યારે અવારનવાર તે મહિલાના ઘરે આવતો હતો અને તેણીના ફોટા અપલોડ કરવાની ધમકી આપી શરીર સંબંધ બાંધતો હતો.

તે પછી પોલીસમાં તેની ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. તે કેસ ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, ગઈ તા.૧૩-૧૨-૧૫ની રાત્રે આ મહિલાના પતિ બહાર ગયા હતા ત્યારે રાત્રે બે વાગ્યે આશિષ ઘેર આવ્યો હતો તેણે આ મહિલાની ઈચ્છા વિરૂદ્ધ જઈ સંબંધ બાંધ્યો હતો. આ વેળાએ જ તેણીનો પતિ આવી જતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ મહિલાને માવતરે મોકલી દેવામાં આવી હતી. આ મહિલા લાંબા સમય સુધી આરોપી સાથે મોબાઈલ પર વાત કરતી હતી અને તે નંબર પણ તેણીએ ગુપ્ત રાખ્યો હતો, સામેથી ફોન કરતી હતી. અદાલતે તે દલીલો ગ્રાહ્ય રાખી આરોપી સામેનો કેસ સાબિત કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો છે તેમ ઠરાવી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ડો. વી.એચ. કનારા તથા તેમની ટીમના એસ.બી. વોરીયા, ડી.એન. ભેડા, વી.ડી. બારડ, આર.એ. સફીયા, આર.ડી. સીસોટીયા, રૂપાબેન વસરા, જે.એમ. નંદાણીયા, પી.ડી. વરૂ, વી.એસ. ખીમાણીયા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh