Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલા મતદારોની મહેરબાની વધારવા
નવી દિલ્હી તા. ૪: ભાજપને પ્રથમ મહિલા રાષ્ટ્રીય અધયક્ષ મળી શકે છે. આ માટે ૩ નામ રેસમાં હોવાનું સૂત્રો જણાવે છે. જેપી નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી ર૦ર૩ માં સમાપ્ત થયો હતો, પરંતુ પાર્ટીએ તેમને જૂન ર૦ર૪ સુધીનો કાર્યકાળ લંબાવ્યો હતો. હવે ટૂંક સમયમાં ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે.
ભાજપ પહેલીવાર કોઈ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકે છે. આનું કારણ એ છે કે ભાજપ તાજેતરના વર્ષોમાં મહિલા મતદારોને આકર્ષવામાં સફળ રહી છે. આ સફળતા ખાસ કરીને ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોમાં પ્રાપ્ત થઈ છે.
ઉલ્લેખનિય છે કે, જેપી નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી ર૦ર૩ માં સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ પાર્ટીએ તેમને જૂન ર૦ર૪ સુધીનો કાર્યકાળ આપ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ અગ્રણી મહિલા નેતાઓના નામ ચર્ચામાં છે. વર્તમાન નાણામંત્રી અને ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણને પક્ષ સંગઠનમાં ઊંડા પ્રવેશ અને કેન્દ્ર સરકારમાં લાંબા અનુભવને કારણે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. તે ઉપરાંત આંધ્રપ્રદેશ ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડી. પુરંદેશ્વરી ખૂબજ અનુભવી અને બહુભાષી નેતા છે. ઘણાં રાજકીય પક્ષો સાથે કામ કરવાનો અનુભવ ધરાવે છે અને પક્ષમાં તેમની વ્યાપક સ્વીકૃતિ છે. તેમને ઓપરેશન સિંદૂર જેવા આંતરરાષ્ટ્રીય રાજદ્વારી કામગીરીનો પણ ભાગ બનાવવામાં આવ્યો હતો.
તમિલનાડુના કોઈમ્બતુર દક્ષિણ બેઠકના ધારાસભ્ય અને ભાજપ મહિલા મોરચાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ વનથી શ્રીનિવાસન ૧૯૯૩ માં ભાજપમાં જોડાયા હતાં અને સંગઠનમાં ઘણાં હોદ્દા સંભાળ્યા છે. ર૦રર માં તે કેન્દ્રિય ચૂંટણી સમિતિના સભ્ય બન્યા અને આમ કરનાર પ્રથમ તમિલ મહિલા નેતા બન્યા હતાં.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ પણ આ વિચારને ટેકો આપ્યો હોવાનું અને આ વખતે ભાજપના રાષ્ટ્રીય વડા કોઈ મહિલા જ બનશે તે લગભગ નક્કી છે, પરંતુ ચર્ચાતા આ નામો સિવાય ભાજપનું હાઈકમાન્ડ સરપ્રાઈઝ પણ આપી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial