Advertisement
Author: નોબત સમાચાર

વોર્ડ નંબર ૭ ની ચારેય બેઠક પર વિજય અપાવનાર પૂર્વ કારોબારી ચેરમેન હીનાબેન આચાર્યએ ટિકિટ જ માગી નહીં

ખંભાળિયા નગરપાલિકાની ગત્ ચૂંટણીમાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩: ખંભાળિયા પાલિકાની ચૂંટણી તા. ર૬/૪ ના છે તથા દાવેદારો ભાજપમાંથી ટિકિટ મેળવવા ફોર્મ ભર્યા છેે, જ્યારે ગત્ વખતે વોર્ડ સાતમાંથી લડીને પ્રથમ વખત લડીને સીધા કારોબારી ચેરમેન થઈ મહત્ત્વના કામો સાથે પાલિકા ઈતિહાસમાં જ નહીં, રાજ્યમાં 'સી' વર્ગની ન.પા.માં રેકોર્ડ ૧૩૮ કરોડની ગ્રાન્ટ લાવનાર પૂર્વ સદસ્યા હિનાબેન આચાર્યએ ટિકિટ જ માગી નથી.

તેમણે એક મુલાકાતમાં જણાવેલ કે ભાજપ ભલે રાજ્ય લેવલે શિસ્તબદ્ધ પક્ષ કહેવાતો હોય, પણ ખંભાળિયામાં 'નબળી' સ્થિતિનો છે. પાલિકા ગર્લ્સ સ્કૂલમાં આચાર્યની ભરતીમાં સભ્યોની જાણ વગર ઠરાવ થયા, પાલિકાના સદસ્યોની ખોટી સહીઓ અંગે ખંભાળિયા શહેર ભાજપથી માંડીને જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્ય સુધી ફરિયાદો છતાં કંઈ કાર્યવાહી ના થવી જેવા મુદ્દાઓથી ભાજપમાં માનનારા અને સારા કામ કરનારા સદસ્યોને ખંભાળિયા ભાજપમાં રસ નથી. કેમ કે જો આવા ગેરકાયદે કામોમાં તેમની ખુદ સહમતી જ કહેવાય ને!

પાલિકા પૂર્વ કારોબારી ચેરમેન હિનાબેન આચાર્યના જ પ્રયાસોથી ૧૯ વર્ષથી શ્રી સરકારમાં ચાલી ગયેલ રપ મિલકતો પાલિકાની થઈ હતી તથા બાલમંદિર જગ્યામાં હરાજીમાં કરોડો રૂપિયા આવ્યા તથા તેમના અઢી વર્ષના સમયમાં ગુણવત્તાવાળા કાર્યો થયા હતાં તથા પાલિકાનો વહીવટ વેગવંતો બનાવવા સાથે રોજ પાલિકાના કર્મચારી નાગરિકોને ઘેર કંઈ પ્રશ્ન નથી ને? પૂછવા જતાં હતાં, પણ સ્થાનિક ભાજપની નબળી કામગીરીથી તેઓએ ભાજપમાંથી ટિકિટ નથી માગી. તેમના પ્રયત્નોથી વોર્ડ સાતમાં ક્રોસ વોટીંગ થઈ કોંગ્રેસ ચૂંટાતું હતું તે તમામ બેઠક ભાજપે મેળવેલ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh