Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી વુલનમીલ કન્યા તાલુકા શાળાનું ગૌરવ
જામનગર તા. ૩: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર, પ્રસાર હેતુ વિવિધ પાંચ યોજનાઓ અમલમાં મુકી છે તે પૈકી 'શતસુભાષિતકંઠ પાઠ યોજના' અંતર્ગત જે કોઈ સંસ્કૃતના ૧૦૦ સુભાષિત કંઠસ્થ કરે તેમને બોર્ડ દ્વારા 'શતસુભાષિતપંડિત' ની ઉપાધિ પ્રદાન કરવામાં આવે છે.
જામનગરની શ્રી વુલનમીલ કન્યા શાળાના આચાર્ય રાજેશભાઈ બારોટ અને ધો. ૮માં અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થિનીઓ દેવાંશી ઠાકર, નિશા હાથલિયા, ઉર્વીશા છેતરીયાએ ૧૦૦ સુભાષિત કંઠસ્થ કરી પસંદગી પામતા રાજભવન, ગાંધી નગરમાં તા. ૨૮-૩-૨૬ના યોજાયેલ સ્તરીય સન્માન સમારંભ કાર્યક્રમ તેઓનું શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલિવાલના હસ્તે 'શતસુભાષિતપંડિત'ની ઉપાધિ આપી સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્ય સ્તરીય સંસ્કૃત સન્માન સમારોહમાં રાજ્યકક્ષાએ 'શતસુભાષિતપંડિત' ની પદવી મેળવી શાળાના આચાર્ય એન વિદ્યાર્થિનીઓએ શાળાનું અને જામનગરનું ગૌરવ વધાર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial