Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમવા બાબતે બોલાચાલી પછી આત્મઘાતી પગલું:
જામનગર તા. ૧૧: જામનગરના મોરકંડા રોડ પર સનસિટી-૧માં રહેતા એક મહિલાએ પતિ સાથે બોલાચાલી થયા પછી ઝેરી દવા પી જિંદગીનો અંત આણી લીધો છે. આ બનાવની પોલીસમાં પતિએ જાણ કરી છે. આ પરિણીતા ઉગ્ર સ્વભાવ ધરાવતા હોવાનું ખૂલ્યું છે.
જામનગરના કાલાવડ નાકા વિસ્તાર બહાર આવેલા મોરકંડા રોડ પર સનસિટી સોસાયટી-૧માં રહેતા એસાનભાઈ ઉમરભાઈ સંઘારને તેમના પત્ની નાઝીમાબેન સાથે ગઈ તા.૧ના દિને જમવા બાબતે બોલાચાલી થઈ હતી.
ઉપરોક્ત દંપતીમાં નાઝીમાબેન થોડો ઉગ્ર સ્વભાવ ધરાવતા હોવાથી અવારનવાર ગુસ્સે થઈ જતાં હતા. તે દરમિયાન ગઈ તા.૧ના દિવસે થયેલી બોલાચાલીના કારણે માઠું લાગી આવતા નાઝીમાબેન (ઉ.વ.૪૪)એ કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેની જાણ થતાં પતિ એસાનભાઈએ તેણીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની એસાનભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial