Advertisement
Author: નોબત સમાચાર

સંકલન સમિતિના સભ્યોને ક્યુ.આર.કોડ સાથેના ડિજિટલ ઓળખપત્રો અપાયાઃ ચૂસ્ત વ્યવસ્થા

જામનગરમાં યોજાનારી શિવશોભાયાત્રામાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગર શહેરમાં આવતીકાલે મહાશિવરાત્રિના પર્વે શિવ શોભાયાત્રાનું આયોજન કરાયું છે, ત્યારે શોભાયાત્રાનું સુચારૂ સંચાલન કરવા માટેની સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. ૪પ થી વધુ સંકલન સમિતિના સભ્યો, કે, જેઓ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને શોભાયાત્રાના સંચાલન માટે પ્રારંભથી અંત સુધી જોડાશે. જેઓને આ વખતે મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા ડિજિટલ પ્રકારના ઓળખ પત્ર આપવામાં આવ્યા છે.

ક્યુ.આર.કોડ સાથેના ઓળખ પત્ર, જેમાં મહાદેવ હર  અંકિત કરેલી કેસરી કલરની પટ્ટી લગાવેલી છે, અને ક્યુ.આર. કોડના માધ્યમથી ઓળખ પત્રની શોધખોળ થઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. ઉપરાંત મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ અને તેના મોબાઈલ નંબર ઉપરાંત અન્ય વિગતો પણ તેમાં જોડી દીધી છે. જેથી ક્યુ.આર.કોડના માધ્યમથી સંપૂર્ણ ઓળખ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh