Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ-૨૦૦૧માં કેબીસી જુનિયરમાં કરોડપતિ બન્યા
જામનગર તા. ૧૯: રાજ્યના સંખ્યાબંધ આઇપીએસ અધિકારીઓની બદલીનો હુકમ થતાં જામનગર જિલ્લાના પોલીસવડા પ્રેમસુખ ડેલુને સુરેન્દ્રનગર મૂકવામાં આવ્યા છે, અને જામનગરના નવા એસપી તરીકે ડૉ. રવિ મોહન સૈનીને નિમણૂક આપવામાં આવી છે.
રાજસ્થાનના વતની ડૉ. રવિ મોહન સૈનીની બાળપણથી લઇ અત્યાર સુધીની ઝળહળતી કારકિર્દી પ્રેરણારૂપ છે. લગભગ અઢી દાયકા પૂર્વે કૌન બનેગા કરોડપતિ જુનિયરમાં તરૂણાવસ્થામાં રવિ મોહન સૈનીએ તમામ સવાલોના સાચા જવાબ આપી રૂા. એક કરોડનું ઇનામ જીત્યું હતું.
રવિ મોહનના પિતા નેવીમાં સેવારત હતા એથી રવિ મોહન સૈનીએ વિશાખાપટ્ટનમની નેવલ પબ્લિક સ્કૂલમાંથી ધો. ૧૦ સુધીનો અભ્યાસ કર્યો હતો. આગળ જતા તેમણે વિજ્ઞાન વિષય સાથે ઉચ્ચ અભ્યાસ કરી જયપુરના મહાત્મા ગાંધી મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કરી એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
આ દરમ્યાન તેઓ યુપીએસસીની તૈયારી પણ કરતા હતા. ડૉક્ટર તરીકેની ઇન્ટર્નશિપ દરમ્યાન જ તેમણે યુપીએસસી પરીક્ષા ઉત્તીર્ણ કરી અને આઇપીએસ ઓફિસર તરીકે કારકિર્દીનો આરંભ કર્યો હતો.
આમ જામનગરના નવા પોલીસવડા બાળપણમાં કેબીસીમાં કરોડપતિ બનવાથી લઇ ડૉક્ટર બન્યા પછી આઇપીએસ બનવા સુધીની સિદ્ધિ ધરાવતા હોય યુવા વર્ગ માટે પ્રેરણારૂપ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial