Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંજે ટાઉનહોલમાં યોજાશે કાર્યક્રમ
જામનગર તા. ૭: જામનગર મહાનગર પાલિકામાં અવેજી સફાઈ કામદારોને આજે સાંસદના અધ્યક્ષ સ્થાને યોજાનારા કાર્યક્રમમાં કાયમી નિમણૂક તરીકેના ઓર્ડર આપવામાં આવશે.
જામનગર મહાનગર પાલિકામાં વખતો વખત ખાલી પડતી જગ્યામાં સિનીયોરીટી કમ મુજબ અવેજી સફાઈ કામદારોને સેટઅપની ખાલી જગ્યા ઉપર કાયમી સફાઈ કામદાર તરીકે નિમણૂક કરવામાં આવે છે.
આ મુજબનો કાર્યક્રમ આજે સાંજે ૬ વાગ્યે ટાઉન હોલમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો છે. જેમાં કાયમીના ઓર્ડર સાથે મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, સેનીટેશન કમિટીનાં અધ્યક્ષા જશુબા ઝાલા, વિરોધપક્ષના નેતા ધવલભાઈ નંદા અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ પરસોતમભાઈ કકનાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial