Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાગરિક સમિતિ દ્વારા
ખંભાળિયા તા. ૪: ખંભાળિયા શહેર વિસ્તારના નાના-મોટા પ્રશ્નો વર્ષોથી પડતર હોય, કેટલાક પ્રશ્નો દસેક વર્ષથી ન ઉકેલાયા હોય, ખંભાળિયા નગરપાલિકા સમિતિ દ્વારા ખંભાળિયા પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળિયામાં બનેલા નવા નવા રસ્તાઓને ખંભાળિયાના સદ્ગતોના નામો આપી તેમને શ્રદ્ધાંજલિ આપવા, પાલિકાના ટાઉનહોલના ભાડા ડીવાઈઝ કરવા, પાલિકા દ્વારા બનેલ સ્વીમીંગ પુલ ચાલુ કરવા, દરેક ખાણીપીણીના સ્થળો પર ડસ્ટબીનો તથા ફીલ્ટર પાણી મળે તેવી વ્યવસ્થા કરવા, ખંભાળિયામાં બનેલા સિનિયર સિટીઝન પાર્ક બાબતે અગાઉ થયેલા સૂચનોનો અમલ કરવા, લાલપુર રોડ પર કલેક્ટર કચેરી જતા રસ્તે અંડરબ્રિજને પાકા માર્ગથી જોડવા, શહેરમાં ચિલ્ડ્રન પાર્ક તથા એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા, જડેશ્વર ટેકરીના બ્યુટીફિકેશન અંગે કાર્યવાહી કરવા, ઘી ડેમ સાથે ગામને જોડતા રસ્તાને પાકો બનાવવા માટે બગીચામાં ધ્વજવંદન ગ્રાઉન્ડમાં બાસ્કેટ વોલટીંગ તથા ટેબલ ટેનિસની સુવિધા આપવા વિગેરે બાબતે રજૂઆતો કરી હતી.
આ પૈકી અનેક પ્રશ્નો દસ વર્ષ જુના હોય, તથા પ્રશ્નો પૈકી કેટલાકની દરખાસ્તો પણ મંજુર થઈ ગઈ હોય, પણ ધ્યાન અપાયું ના હોય, આ બાબતે તાકીદે યોગ્ય કરવા માટે માગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial