Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૧,૨૪,૫૦૦ના ચેક પરતનો મામલોઃ
જામનગર તા. ૨૮: જામનગરના એક આસામી સામે ટાયરના વેપારીએ રૂ।.૧,૨૪,૫૦૦ના ચેક પરતની કરેલી ફરિયાદમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને ચેકની રકમ ચુકવી આપવાનો હુકમ કર્યાે હતો. તે હુકમ સામે ઉપરની અદાલતમાં કરાયેલી અપીલમાં પણ નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખવામાં આવ્યો છે.
જામનગરમાં નવીન ટ્રેડ એજન્સી નામની ટાયરના વેચાણની પેઢી ચલાવતા લલીતાભાઈ મથુરાદાસ કાનાણી પાસેથી ઉધારમાં હનીફ કાદરભાઈ માજોઠીએ ટાયરની ખરીદી કરી રૂ।.૧,૨૪,૫૦૦નો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફર્યાની પેઢીના પાવર ઓફ એટર્ની વિરેન લલીતભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.
તે કેસ ચાલી જતા અદાલતે આરોપી હનીફ કાદરભાઈ માજોઠીને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ ૯૦ દિવસમાં ચૂકવી આપવા આદેશ કર્યાે હતો. તે હુકમ સામે આરોપી હનીફ માજોઠીએ જિલ્લા અદાલતમાં અપીલ નોંધાવી હતી. તે અપીલ ચાલી જતા અદાલતે તેને ડીસમીસ કરી નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે. હુકમ સમયે આરોપી અદાલતમાં હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial