Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાહનમાં એક્ટિવ ફાસ્ટેટ લગાવવું જરૂરીઃ
નવી દિલ્હી તા. ૧૬: નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી થશે. ૧ એપ્રિલથી વાર્ષિક પાસની ફીમાં વધારો થશે. વાર્ષિક ટોલ પાસના નવા દર ફાઈનાન્શિયલ ઈયર ર૦ર૬-ર૭ માટે લાગુ થશે. વાહનમાં એક્ટિવ ફાસ્ટેટ લાગું હોવું જરૂરી છે.
૧ એપ્રિલથી નેશનલ હાઈવે પર મળતો વાર્ષિક ટોલ ાસ હવે મોંઘો થવા જઈ રહ્યો છે. નેશનલ હાઈવે અથોરિટી ઓફ ઈન્ડિયાએ વાર્ષિક ટોલ પાસની કિંમતમાં વધારો કરી દીધો છે. હવે ૧ એપ્રિલ ર૦ર૬થી વાહનચાલકોને આ પાસ માટે ૩૦૦૦ રૂપિયાની જગ્યાએ ૩૦૭પ રૂપિયા આપવા પડશે. વાર્ષિક ટોલ પાસના નવા દર ફાઈનાન્શિયલ ઈયર ર૦ર૬-ર૭ માટે લાગુ થશે. વાહનમાં એક્ટિવ ફાસ્ટેગ લાગેલું હોવું જરૂરી છે.
વાર્ષિક ટોલ પાસ એક વર્ષ સુધી અથવા ર૦૦ વાર ટોલ ક્રોસિંગ સુધી માન્ય રહેશે એટલે કે જો કોઈ વાહન ર૦૦ વાર ટોલ પ્લાઝા પાર કરે છે તો પાસની વેલિડિટી ખતમ થઈ જશે. ભલે એક વર્ષ પૂરૃં ન થયું હોય. નેશનલ હાઈવે અથોરિટી ઓફ ઈન્ડિયાએ તમામ ટોલ પ્લાઝા અને સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે ૧ એપ્રિલ ર૦ર૬ થી નવા દર લાગુ થશે અને તેની જાણકારી યાત્રીઓ અને બીજા સ્ટેકહોલ્ડર્સને આપવામાં આવે. સરકારનું કહેવું છે કે, ટોલ સાથે જોડાયેલા દરની દર વર્ષે સમીક્ષા અને સંશોધન કરવામાં આવે છે. આ પ્રક્રિયા અંતર્ગત આ વખતે વાર્ષિક પાસની કિંમતોમાં હળવો વધારો કરવામાં આવ્યો છે.
જે લોકોને રોજ અથવા હંમેશાં નેશનલ હાઈવે પર આવવા-જવાનું છે તેના માટે આ વાર્ષિક ટોલ પાસ હજુ પણ એક સુવિધાજનક ઓપ્શન માનવામાં આવે છે. કેમ કે તેનાથી વારંવાર ટોલ ચૂકવણીની ઝંઝટ ઓછી થાય છે.
નેશનલ હાઈવે પર વારંવાર મુસાફરી કરનારા વાહનચાલકો સરળતાથી વાર્ષિક ટોલ પાસ બનાવી શકે છે. આ સુવિધા એનએચ એઆઈ તરફથી આપવામાં આવે છે અને તેના માટે વાહનમાં એક્ટિવ ફાસ્ટેગ હોવું જરૂરી છે. વાહન માલિક એનએચએઆઈ અથવા પોતાના એફએએસટેગ જાહેર કરનારી બેંક એપના પોર્ટલ પર લોગ ઈન કરી વાર્ષિક પાસ માટે અરજી કરી શકે છે. વાર્ષિક પાસ માટે નિર્ધારિત ફી (૧ એપ્રિલ ર૦ર૬ થી ૩૦૭પ રૂપિયા) ઓનલાઈન ચૂકવણી કરવાની હોય છે. ચૂકવણી પછી વાર્ષિક પાસ આપને એફએએસટેગથી લિંક થઈ જાય છે અને આપ ટોલ પ્લાઝા પર કોઈપણ વધારાની ચૂકવણી વિના તેનો ઉપયોગ કરી શકો છો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial