Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફેઝ-ર માં ખંભાળીયા ગેટ - લાખોટા મ્યુઝિયમ સાથે હેરિટેઝ ચેઈનમાં જોડાશે
જામનગર તા. ૧૯: જામનગરના ઐતિહાસિક ભુજિયો કોઠાને આજે ૧૯ માર્ચ-ર૦ર૬ થી પ્રવાસીઓ માટે ખૂલ્લો મૂકવામાં આવી રહ્યો છે. આ ઐતિહાસિક ઈમારત એક સમયે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઈમારત ગણાતી હતી, જે આ પ્રદેશના ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજયના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને સંવર્ધન માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે. જામનગરના આ ઐતિહાસિક વારસાને પણ ર૦૦૧ ના ભૂકંપમાં નુકસાન થયા બાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રપ કરોડના ખર્ચે ભુજિયો કોઠાના રિસ્ટોરેશન, કન્ઝર્વેશન, કન્સોલિડેશન અને રિ-પ્રોડકશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભુજિયા કોઠાના વારસાને તેના ઐતિહાસિક ગૌરવ સાથે પ્રસ્થાપિત કરવા માટે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઈ) સાથે સંકલનમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને તેના ફેઝ-૧ નું લોકાર્પણ ર૦-સપ્ટેમ્બર-ર૦રપ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભુજિયા કોઠાનું નિર્માણકાર્ય ઈ.સ. ૧૮૮૬ થી ઇ.સ. ૧૮૩૯ દરમિયાન કરવામાં આવ્યું હતું. તે સમયે આ ઈમારતનો ઉપયોગ સુરક્ષા અને સંદેશા વ્યવહાર માટે થતો હતો. વર્ષ-ર૦૦૧ માં આવેલા ભૂકંપથી આ ઈમારતને ક્ષતિ પહોંચી હતી. ભુજિયા કોઠાનું સ્થાપત્ય, કલાત્મક બારી, ખડકી, ઝરૂખા અને રંગમંડપને સદીઓ જુની પરંપરાગત તકનીકો અનુસાર અથાગ પ્રયાસ દ્વારા ઐતિહાસિક સ્વરૂપ આપવામાં સફળતા મળી છે. આ ભવ્ય ઈમારત તેના મૂળ સ્વરૂપમાં આકાર લઈ શકે તેથી રિસ્ટોરેશન કાર્યમાં ચૂનો, ગુગળ, મુલતાની માટે, ગોખરૂ, અરીઠા, સિંદૂર સહિતની કુદરતી સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
જામનગરના હેરિટેજ વારસાને સંરક્ષિત કરવા માટે આ કામગીરીના ફેઝ-ર માં ખંભાળીયા ગેઈટ, ભુજિયો કોઠો અને રણમલ તળાવ વચ્ચેના લાખોટા મ્યુઝિયમને હેરિટેજ ચેઈન દ્વારા જોડાવામાં આવી રહ્યાં છે. નજીકના ભવિષ્યમાં આ તમામ ઐતિહાસિક સ્થળોએ એક જ એન્ટ્રી પોઈન્ટથી જઈ શકાશે અને તેના માટેની કામગીરી અત્યારે પ્રગતિમાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial