Advertisement
Author: નોબત સમાચાર

કનકપુરા યાર્ડમાં નોન-ઈન્ટરલોકિંગ કાર્યને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત

ઉ. પશ્ચિમ રેલવેના જયપુર, કનકપુરામાં મરામત સંદર્ભે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬:  ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝન હેઠળ આવેલા કનકપુરા યાર્ડ માં નોન-ઇન્ટરલોકિંગ કાર્યના કારણે રેલ સંચાલનને વધુ સુગમ અને અસરકારક બનાવવા તથા રેલ લાઇનોની ક્ષમતા વધારવા માટે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવનાર છે. આ કાર્ય હેઠળ કેટલીક રેલ લાઇનો વચ્ચે વધારાના કનેક્શન બનાવવામાં આવશે. તેમજ બે લાઇનોને લગભગ ૧૦૦ મીટર સુધી લંબાવવામાં આવશે, જેના કારણે યાર્ડમાં ટ્રેનોના સંચાલનની ક્ષમતા અને સુવિધામાં વધારો થશે.

આ વિકાસ કાર્ય દરમિયાન રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના સંચાલન પર અસર પડશે.

અમુક ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવશે.જેમાં તા.૧૧/૫/૨૦૨૬ના ઓખાથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર ૨૦૯૫૧ ઓખા-જયપુર એક્સપ્રેસને ઓખાની જગ્યાએ અજમેરમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. તેથી આ ટ્રેન અજમેર-જયપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

તા૧૧/૫/૨૦૨૬ ના જયપુરથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર ૨૦૯૫૨  જયપુર-ઓખા એક્સપ્રેસ જયપુરની જગ્યાએ અજમેરથી શોર્ટ ઓરિજિનેટ એટલે કે પ્રારંભ થશે. તેથી આ ટ્રેન જયપુર-અજમેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

 જ્યારે પરિવર્તિત માર્ગેથી ચલાવાનારી ટ્રેનોમાં તા.૮/૫/૨૦૨૬ના પોરબંદરથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર ૧૯૨૬૯ ૧ પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ ફુલેરાજયપુર-રેવાડીના બદલે આંશિક રીતે પરિવર્તિત માર્ગ ફુલેરારિંગસ-રેવાડી મારફતે ચલાવવામાં આવશે. આ ટ્રેન જયપુર, અલવર અને બાંદીકુઈ સ્ટેશનો પર નહીં જશે.

 તા.૯/૫/૨૦૨૬ના પોરબંદરથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર ૨૦૯૩૭  પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ ફુલેરાજયપુર રેવાડીના બદલે આંશિક રીતે પરિવર્તિત માર્ગ ફુલેરારિંગસ રેવાડી મારફતે ચલાવવામાં આવશે. આ ટ્રેન જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર અને ખૈરથલ સ્ટેશનો પર નહીં જશે.

તા.૧૧/૨૦૨૬ના મુઝફ્ફરપુરથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર ૧૯૨૭૦   મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ રેવાડીઅલવર-જયપુરના બદલે આંશિક રીતે પરિવર્તિત માર્ગ રેવાડીરિંગસફુલેરા મારફતે ચલાવવામાં આવશે. આ ટ્રેન અલવર, બાંદીકુઈ અને જયપુર સ્ટેશનો પર નહીં જશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh