Advertisement
Author: નોબત સમાચાર

એક ચેક અને બે વર્ષ સુધીની સજા- પરિવારને નુકસાની.. સાવધાન...

આડેધડ ખર્ચા કરવા કે આર્થિક તંગીને અવગણવા જેવા કારણો જવાબદાર

                                                                                                                                                                                                      

શહેર તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ચેક પરતના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહૃાો છે. લોકોને ચેક એક કાગળનો ટુકડો લાગે છે. પરતું ખરેખર તે એક ખૂબજ મહત્ત્વની જવાબદારી છે. લોકોને આવક કરતા જાવક ખૂબજ વધવા લાગી છે જેનું મુખ્ય કારણ ફિલ્મો છે. લોકો વાસ્તવિકતાથી દૂર રહેવા લાગ્યા છે. અમુક સમયે પોતાને ન જોતી હોઈ એવી વસ્તુઓ પણ ખરીદી લ્યે છે.

વાસ્તવિક ઘટનાનું દૃષ્ટાંત

એક ભાઈ એ વ્યવસાયિક વ્યવહારમાં માલ વેચાણ બદલ મળેલો પાંચ લાખનો ચેક આપ્યો. એ ચેક સામે વાર એ ખાતામાં નાખતા ખાતામાં પૂરતા નાણા ન હોવા ને કારણે તે ચેક પરત થયો. લેનાર પાર્ટી એ પરત આવેલ ચેક અને બેક માંથી મળેલ કારણ સાથે તે ભાઈને જાણકારી, પરંતુ તે ભાઈ એ ૧૫ દિવસની અંદર કોઈ જવાબ ન આપતા મામલો  કોર્ટમાં પહોંચ્યો

તમામ દસ્તાવેજી પુરાવાઓના આધારે કોર્ટએ આરોપીને દોષિત ઠેરવી રકમ ચુકવવાનો આદેશ આપ્યો હતો તેમજ દંડ ફટકાર્યો હતો.

કાયદાની જોગવાઈ શું કહે છે?

નેગોશિયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ- ૧૮૮૧ ની કલમ ૧૩૮ મુજબ ચેક પરત થવાના કિસ્સામાં ચેક રજૂ કરવાની સમય મર્યાદા લખ્યા તારીખ થી ૩ મહિનાની છે. નોટિસ મોકલવાની મર્યાદા ચેક રિટર્ન થયાના ૩૦ દિવસની છે. ચુકવણી માટે નોટિસ મળ્યા બાદ ૧૫ દિવસની મુદ્ત મળે છે. કસુરવાર ઠર્યેથી બે વર્ષ સુધીની સજા થઈ શકે છે. અથવા ચેક રકમના બે ગણાં સુધીનો દંડ અથવા બન્ને થઈ શકે છે.

કાનૂની નિષ્ણાતો શું કહે છે ?

કાનૂની નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચેક આપવું માત્ર વ્યવહારિક વિશ્વાસ નથી, પરંતુ કાયદાકીય જવાબદારી છે. નાણા વગર ચેક આપવું અથવા સિકયુરીટી ચેક હોવાનું બહાનું રજૂ કરવું કાયદાની નજરે માન્ય બચાવ નથી.

ચેક આપતા પહેલા અને પછી...

વેપારીઓ અને સામાન્ય નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે,   ચેક આપતા પહેલા ખાતામાં પૂરતા નાણા હોવાની ખાતરી કરે. ચેક પરત થવાના કિસ્સામાં નોટિસને હળવાશથી ન લે.    શક્ય હોય ત્યાં સુધી સમયસર સમાધાન દ્વારા વિવાદ ઉકેલે, નહીંતર એક ચેક જીવનમાં લાંબા કોર્ટ કેસ, આર્થિક નુકસાન અને માનસિક તણાવનું કારણ બની શકે છે.

ચેક રિટર્નના મૂળ કારણો અને ઉપાયો

આર્થિક તંગી સમસ્યા, કાયદાની પૂરતી જાણકારીનો અભાવ, ઉધાર વ્યવહારમાં વધારો, સિકયોરીટી ચેક વિશે ગેરસમજ, સેટલમેન્ટમાં વિલંબ, ડીજીટલ પેમેન્ટ છતાં ચેકનો ઉપયોગ જેવા કારણોસર આ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે.

આ બધામાં ખૂબજ મહત્ત્વનો મુદ્ે છે આર્થિક તંગી. લોકો પોતાની આવક કરતા વધુ ખર્ચ ની ઈચ્છા રાખજે છે જેને પગલે લોકો પાસે થી ઉછીના નાણા લેવા પડે છે.  દેખા-દેખી અને લકઝરી જીવન જીવે છે એવું દેખાડવા માટે આવા કિસ્સા વધી રહયા છે. ઉછીના નાણામાં વ્યાજના ચક્રમાં સલવાય જાય છે અને મૂળ રકમની સામે ચેક આપે છે. લોકોની આવક ઓછી હોઈ પરતું સપના બધા ના ઉચા હોય છે.  હોવા પણ જોઈ એ પરતું એના માટે લોકો એ મહેનત કરવી જોઈએ. અને બચત કરવી જોઈએ . બીજા પાસેથી નાણા ઉછીના  લઈને સપના પુરા કરવાને એને નાણા પાછા પરત ના કરી શકી ત્યારે  નાસી પાસ થઈને  જીવન ટૂંકાવી લેતા જોવા મળે છે.

મોંઘવારી, કાચામાલના ભાવમાં વધારો, ભાડું, પગાર અને વીજળી જેવા ખર્ચ વધતા જાય છે, જ્યારે વેપારમાં આવક સ્થિર કે ઘટતી રહે છે. આવી સ્થિતિમાં ખાતામાં પૂરતા નાણા રહેતા નથી ઘણાં વેપારીઓ અને નોકરીયાત લોકો પર લોન, ઈએમઆઈ અને ક્રેડિટની જવાબદારી વધી છે. બેંક કટોકટી અને અન્ય ચુકવણીઓ બાદ ચેક કિલયર કરવા જેટલું બેલેન્સ બચતું નથી.

સાદાઈ અને સચ્ચાઈમાં જ મજા છે...

સમાજમાં નામ ખરાબ થાય, જીવન ખોરવાઈ, પરિવાર રસ્તા ઉપર આવી જાય આવી પરિસ્થિતિ થાય છે. સાદું જીવન રાખવું હોય એમાં ખુશ રહેવું હોય એના માટે ખુબ મહેનત કરવી અને સાચી રીતે કમાવુ એમાં જ મજા છે.

સંકલનઃ  શિવમ ડી. સોમૈયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh