Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧ર-જાન્યુઆરીએ
ગાંધીનગર (જીતેન્દ્ર ભટ્ટ દ્વારા) તા. ૧: મકરસંક્રાંતિ એટલે પતંગનું પર્વ, જે આખા વિશ્વમાં જુદા-જુદા સ્થળે અને ભારતવર્ષમાં ઉજવાય છે. દિવાળી પૂરી થતા જ પતંગ બનાવટ, દોરી રંવાનું કામ અમદાવાદમાં શરૂ થઈ જાય છે.
આગામી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૧ર-જાન્યુઆરીએ અમદાવાદમાં રીવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી ગાંધીઆશ્રમની પણ મુલાકાત લેશે જેની વિસ્તૃતિકરણની કામગીરી ચાલી રહી છે. જે વર્ષના અંતે પૂરી થવાની શક્યતા છે.
સૂત્રોએ જણાવ્યું છે કે, જુના ત્રણ હજાર વૃક્ષ હયાત છે તેમાં સાત હજાર વૃક્ષ વધુ ઉગાડવામાં આવશે. નવો આશ્રમ એટલો વિશાળ છે કે તે જોવામાં જ ચાર કલાક લાગે..!!
સચિવાલયમાં લોકોના ત્રણ જ કામ...!
આજે પણ લોકો ત્રણ કામ માટે કામલમ્માં થઈને સચિવાલય આવે છે. સોમવાર અને મંગળવારે કીડીયાળું ઉભરાય છે. પ્રથમ કામ બદલી, બીજુ કામ ધંધાનું અને ત્રીજુ કામ "રોલો નાખવો" (બડાશ હાંકવી) જોયું ને પ્રધાન સાથે ફોટો પડાવ્યો, વટ પડ્યો ને...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial