Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે તબક્કામાં રકમ મેળવી લેવામાં આવીઃ
જામનગર તા. ૩૧: જામનગરના એક વણિક યુવાનને કબૂતરની બાબતે ફોસલાવી વિશ્વાસમાં લીધા પછી જામનગરના બે બંધુ તથા ધ્રોલના બે વેપારીએ બે તબક્કામાં રૂ।.૨ લાખ ૧૭ હજાર પડાવી લઈ વિશ્વાસઘાત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૫માં આવેલા જૈન દેરાસર નજીક વસવાટ કરતા ધ્રુવીલ નિરજભાઈ શાહ નામના યુવાનના સંપર્કમાં પાડોશી કરણસિંહ બહાદુરસિંહ સોલંકી તથા આદિત્યસિંહ બહાદુરસિંહ સોલંકી આવ્યા હતા. આ વ્યક્તિઓએ ધ્રોલમાં પાળીતા પ્રાણીના ખોરાકની દુકાન ચલાવતા યુસુફ તથા ઈનાયતભાઈનો સંપર્ક કરાવ્યો હતો.
આ વ્યક્તિઓએ કબૂતર અંગે વાતચીત કર્યા પછી ગયા સપ્ટેમ્બર મહિનાની ૨૦ તારીખે રૂ।.૧ લાખ ૬૭ હજાર મેળવી લીધા પછી વધુ રૂ।.૫૦ હજાર મેળવવા માટે ધ્રોલના જ યુસુફભાઈનો પણ સંપર્ક કરાવ્યો હતો અને યુસુફભાઈ તથા ઈનાયતભાઈએ આ રકમ મેળવી હતી. આ બાબતની કિંજલબેન મનસુખભાઈ માલદેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કરણસિંહ, આદિત્યસિંહ, યુસુફ, ઈનાયત સામે વિશ્વાસઘાત કરવા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.