Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાવચેતી રાખવા પોલીસ દ્વારા અપીલઃ
ખંભાળિયા તા. ૨૨: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક આસામીઓને આરટીઓ ચલણના નામથી ફેક મેસેજ આવતા હોવાનું અને તેના માધ્યમથી છેતરપિંડી થતી હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસે નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કર્યાે છે.
કહેવત છે ને કે જેટલી સાવચેતી વધી તેટલા ઠગાઈના કીમિયા વધ્યા...ની જેમ લોકો સાવચેત થવા લાગતા તેમજ તંત્ર પણ જાગૃતિ માટે સતત કાર્યવાહી કરતું રહે છે. તે દરમિયાન તાજેતરમાં વાહનચાલકોને ફેક ઈ-ચલણ મોકલીને છેતરીને દંડની રકમ ઓનલાઈન ભરવાના નામ પર છેતરપિંડી કરાતી હોવાનું બહાર આવતા દ્વારકા જિલ્લા પોલીસે ફેક ઈ-ચલણ આરટીઓ સંદર્ભમાં લોકોને સાવચેતીની અપીલ કરી છે.
એસએમએસ કે મેઈલના માધ્યમથી આરટીઓ ચલણના નામથી ફેક લીંક આવી રહી છે. તેનાથી બચવા પ્લેસ્ટોરમાં જઈ ગૂગલ પ્લે પ્રોટેક્ટ ઓન રાખવા અને કવચ ૨.૦ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવા અનુરોધ કરાયો છે.
તાજેતરમાં ખંભાળિયાના એક વાહનચાલકને ઓવર સ્પીડના કારણે રૂ.ર હજારનો દંડ થયાનું ફેક ઈ-ચલણ મેસેજથી આવ્યું હતુ. તેમાં જણાવાયા મુજબ અમદાવાદમાં તેઓએ ઓવર સ્પીડમાં વાહન ચલાવ્યાનું જણાવાયું હતું. તે આસામીએ તપાસ કરાવતા ફેક મેસેજ હોવાનંુ ખૂલ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial