Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનડીએની આજે મળેલી બેઠક અંગે મંત્રી રિજિજૂએ આપી વિગતો
નવી દિલ્હી તા. ૯: આજે મળેલી એનડીએની બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જનતા પરેશાન થાય તેવા નિયમ-કાયદા ન હોવા જોઈએ. આ નિવેદન સૂચક રીતે ઈન્ડિગો સંકટના સંદર્ભે અપાયુ હોય તેમ જણાય છે.
દિલ્હીમાં એનડીએ સાંસદોની બેઠકમાં આજે વડાપ્રધાન મોદીએ નિયમ કાયદા અંગે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ બેઠકમાં વડાપ્રધાન મોદીના સંબોધન અંગે જાણકારી આપતા જણાવ્યું કે, કે પીએમ મોદીએ સાંસદોને માત્ર આર્થિક સુધારા જ નહીં પણ લોકોની રોજબરોજની જિંદગી સુધારવા પર ભાર આપ્યો.
તેમણે અમને ગાઈડલાઈન આપી છે કે કોઈ પણ ભારતીયને સરકારથી કોઈ તકલીફ ન થવી જોઈએ. તેમ જણાવી કિરેન રિજિજૂએ વધુમાં જણાવ્યું, કે 'પીએમ મોદીએ સાંસદોને કહૃાું કે કાયદા અને નિયમો સારા છે, પણ તે સિસ્ટમ ઠીક કરવા માટે. જનતાને પરેશાન કરવા નહીં. એક પણ એવો નિયમ કે કાયદો ન હોવો જોઈએ તેનાથી જનતાને પરેશાની થાય.'
નોંધનીય છે કે વડાપ્રધાન મોદીનું આ નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે દેશ અત્યારે ઈન્ડિગો સંકટથી પસાર થઈ રહૃાો છે. છેલ્લા કેટલાક દિવસથી દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગો દરરોજ સેંકડો ફ્લાઈટ રદ કરી રહી છે. જેના કારણે લાખો મુસાફરો પરેશાન થયા છે. ઈન્ડિગોએ આ સંકટ માટે ટેકનિકલ ખામીની સાથે સાથે રોસ્ટર માટેના સરકારના નવા નિયમોનો પણ હવાલો આપ્યો હતો.
ઇન્ડિગોના સંકટ વચ્ચે મંગળવારે (૯ ડિસેમ્બર) પણ સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઓછામાં ઓછી ૧૩ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી અથવા કાર્યરત નહોતી, જેમાં આઠ ડિપાર્ચર અને પાંચ અરાઇવલનો સમાવેશ થાય છે. તેવી જ રીતે, આજે સવારે ૮ વાગ્યા સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર ૧૬ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એરલાઇને મંગળવારે બેંગલુરુ અને હૈદરાબાદથી આશરે ૧૮૦ ફ્લાઇટ્સ પણ રદ કરી હતી.
દરમિયાન, કેટલાક રૂટ પર ઇન્ડિગોની શિયાળાની સમયપત્રક ફ્લાઇટ્સ અન્ય સ્થાનિક કેરિયર્સને આપવામાં આવે તેવી શક્યતા છે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે સરકાર ઇન્ડિગોના સ્લોટમાં *ચોક્કસપણે* ઘટાડો કરશે. રાહુલ ભાટિયા દ્વારા નિયંત્રિત એરલાઇન ૯૦થી વધુ સ્થાનિક સ્થળો અને ૪૦થી વધુ વિદેશી સ્થળોએ દરરોજ ૨,૨૦૦ થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial