Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરમાંથી દારૂની બે બોટલ સાથે બે પકડાયાઃ
જામનગર તા. ૧૧: જામનગરના મોટા થાવરીયા ગામથી સુવરડા ગામ તરફના રસ્તા પરથી એક પરપ્રાંતીય ખેતમજૂર ઈંગ્લીશ દારૂના પાંચ ચપલા સાથે પકડાઈ ગયો છે. જ્યારે નહેરના કાંઠા પાસેથી અને શરૂ સેકશન રોડ નજીકથી બે શખ્સ દારૂની બોટલ સાથે ઝડપાયા છે.
જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામથી સુવરડા ગામ તરફ જવાના રસ્તા પરથી ગઈકાલે રાત્રે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની ખેતમજૂર ઈન્દરીયા રતનભાઈ બધેલ નામના શખ્સને શકના આધારે પેટ્રોલીંગમાં રહેલી પોલીસે રોકાવી તેની તલાશી લેતા આ શખસ પાસેથી ઈંગ્લીશ દારૂના પાંચ ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા કબજે કરી ઈન્દરીયાની ધરપકડ કરી છે.
જામનગરના નહેરના કાંઠા પાસેથી ગઈરાત્રે પરેશ દિનેશભાઈ મંગે નામનો શખ્સ દારૂની બોટલ સાથે ઝડપાઈ ગયો છે. જ્યારે સરલાબેન આવાસ રોડ પરથી પ્રફુલ ઉર્ફે અભય વિજયભાઈ વરાણીયા નામનો શખ્સ પણ દારૂની બોટલ સાથે મળી આવ્યો છે.
જામનગરના સનસિટી વિસ્તારમાંથી ગઈરાત્રે વિશાલ કાનજીભાઈ કણઝારીયા નામનો મેરીયા કોલોનીમાં રહેતો શખ્સ જીજે-૩-એચએમ ૧૯૦૦ નંબરના એક્ટિવામાં જતો હતો ત્યારે પોલીસે તેને રોકી પૂછપરછ કરતા આ શખ્સ નશાની હાલતમાં જણાઈ આવ્યો હતો. પોલીસે તેનું સ્કૂટર કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial