Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને દરોડામાં આરોપીઓ નાસી જતાં પોલીસે સગડ દબાવ્યાઃ
જામનગર તા. ૧૬: જામજોધપુરના ધોરીયાનેસ નજીક એક ખાનગી કંપનીની પવનચક્કીની સાઈટ નજીક રાખવામાં આવેલા પવનચક્કીના મોટા પાંખીયામાં દારૂનો જથ્થો સંતાડાયો હોવાની બાતમી પરથી ધસી ગયેલી પોલીસે પાંખીયાની તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી ૧૨૭ પેટી મળી આવી હતી. પોલીસે કુલ ૧૫૨૪ બોટલ દારૂ, ઈનોવા મોટર સહિત રૂ.૧૨ લાખ ૬ર હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે. જ્યારે સાંઢીયા પુલ પાસે મોટરમાંથી એલસીબીએ દારૂની ૬૦ બોટલ ઝબ્બે લીધી છે. બંને કેસમાં આરોપીઓની શોધ કરાઈ રહી છે.
જામજોધપુર તાલુકાના ધોરીયાનેસથી લાલવાડા નેસ તરફ જવાના માર્ગ પર એક કંપનીની ઉભી કરવામાં આવેલી પવનચક્કીના તે સ્થળે પડેલા પાંખીયામાં દારૂનો જથ્થો સંતાડીને રાખવામાં આવ્યો હોવાની બાતમી મળતા મોડીરાત્રે જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે પીએસઆઈ એ.એસ. રબારીના વડપણ હેઠળ દરોડો પાડયો હતો.
ત્યાં આવેલી સ્પ્રીંગ અલ્ટ એનર્જી લિમિટેડ કંપનીના થાંભલા નં.પ પાસે પડેલા અને વપરાશમાં ન લેવાતા પવનચક્કીના પાંખીયાને ખોલાવી પોલીસે ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ભરેલી ૩૬ પેટી મળી આવી હતી. જેમાં રોયલ ચેલેન્જ બ્રાંડની બાવીસ પેટીમાંથી ૨૬૪ બોટલ દારૂ તથા મેકડોવેલ્સ નં.૧ બ્રાંડની મળી આવેલી ૧૪ પેટીમાંથી ૧૬૮ બોટલ દારૂ તેમજ રોયલ સ્ટેગ સુપીરીયલ વ્હીસ્કી બ્રાંડના ૧૦૯૨ બોટલ ભરેલા ૯૧ બોક્સ મળી આવ્યા હતા.
સ્થળ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂના ૧૨૭ બોટલ એટલે કે ૧૫૨૪ દારૂની બોટલ કબજે કરી છે. ત્યાં પડેલી જીજે-૯-એજી ૨૮૮૦ નંબરની ટોયોટો કંપનીની ઈનોવા મોટર પણ ઝબ્બે લેવામાં આવી છે. દારૂનો આ જથ્થો ધોરીયાનેસના નાથાભાઈ લાલાભાઈ મોરી નામના શખ્સનો હોવાની આશંકા સેવી પોલીસે તેની શોધ શરૂ કરી છે અને કુલ રૂ.૧૨ લાખ ૬ર હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ કાર્યવાહીમાં સ્ટાફના સુરેશ પરમાર, ડી.એમ. કંચવા, આર.આર. જાડેજા, અશોક ગાગીયા, ડી.વી. જાડેજા, સરમણ ગળચર, કૃણાલ હાલ, વી.એમ. ભાટુ, એલ.એમ. ગુજરાતી સાથે રહ્યા હતા.
જામનગરના ગોકુલ નગરથી આગળ આવેલા સાંઢીયા પુલ નજીક કોપર સિટી વિસ્તારમાં એક મોટરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી એલસીબીના મયુરસિંહ, યુવરાજસિંહ, કાસમભાઈ બ્લોચને મળતા પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી ગઈરાત્રે એલસીબી સ્ટાફે કોપર સિટી સામે સર્વિસ રોડ પર વોચ રાખી હતી.
તે દરમિયાન જીજે-૩-એફકે ૯૯૮૨ નંબરની સ્વીફ્ટ મોટર પસાર થતાં તેને રોકાવી તલાશી લેવાતા તેમાંથી ઈંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાંડની ૬૦ બોટલ મળી આવી હતી. પોલીસ સ્ટાફને જોઈ મોટરનો ચાલક મોટર મૂકીને નાસી ગયો હતો. એલસીબીએ રૂ.૩ લાખની મોટર તથા દારૂ મળી રૂ.૩,૪૦,૪૫૨નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને મોટરચાલક તથા માલીકની શોધખોળ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial