Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની આમ આદમી પાર્ટીનું આવેદનપત્ર
જામનગર તા. ૧૬: સત્તાના બળે પોલીસ તંત્રનો થતો દૂર ઉપયોગ બંધ કરવા અને ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરકાયદે ધરપકડ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.
આમ, આદમી પાર્ટી જામનગરના જિલ્લા પ્રમુખ વશરામ રાઠોડ અને શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાએ મુખ્યમંત્રીને ઉદેશની લખાયેલ આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવાયુ હતું. જેમાં એવી રજુઆત કરવામાં આવી હતી કે, પ્રાંત કચેરી દેડીયાપાડામાં તા. ૫-૭-૨૫ના મિટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં અન્ય ત્રણ વ્યકિતઓ પણ જોડાયા હતાં. જેઓ અપેક્ષિત ન હતાં. આ સમયે તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ 'આપ'ના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ગેરવર્તન કર્યુ હતું. આ પછી પોલીસે ધારાસભ્ય સાથે ઉપજાવી કાઢેલી વાતો રજૂ કરીને તેની ધરપકડ કરી હતી. આ ધારાસભ્ય આદિવાસી સમાજને થતા અન્યાય સામે સતત લડત કરી રહ્યા છે. તેમની સામે અનેક કેસ થયા છે. અને તમામ નિર્દોષ સાબીત થયા છે.
હાલમાં ભાજપના ભ્રષ્ટાચાર સામે ધારાસભ્ય ઉગ્ર રજુઆત કરી રહ્યા છે. આથી તેમની સામે ખોટા કેસ કરવામાં આવ્યા છે. આથી ફરિયાદ કરનારા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને નર્મદા જિલ્લા પોલીસ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial