Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદમાં રોજગાર મેળો યોજાશે

આગામી તા. ૨૫મી જુલાઈના દિવસે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: સંરક્ષણ સેવાઓમાંથી નિવૃત્ત થયેલા પૂર્વ સૈનિકો માટે ડાયરેક્ટર જનરલ રિસેટલમેન્ટ, નવી દિલ્હી દ્વારા ૨૫ જુલાઈ, ૨૦૨૫ના અમદાવાદ કેન્ટોનમેન્ટમાં સવારે ૦૭:૦૦ વાગ્યાથી એક રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રોજગાર મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની સેવા કરનાર પૂર્વ સૈનિકોને નિવૃત્તિ બાદ વિવિધ ક્ષેત્રોમાં યોગ્ય રોજગારીની તકો પૂરી પાડવાનો છે. આ આયોજન થકી પૂર્વ સૈનિકો તેમના અનુભવ અને કૌશલ્યનો ઉપયોગ કરીને સમાજમાં ફરીથી સન્માનભેર સ્થાન પ્રાપ્ત કરી શકશે. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ રોજગાર મેળો પૂર્વ સૈનિકોના ભવિષ્ય માટે અત્યંત મહત્વનો છે.તમામ પૂર્વ સૈનિક ભાઈઓને આ રોજગાર મેળામાં ઉપસ્થિત રહી, ઉપલબ્ધ તકોનો લાભ લેવા ભાવભીની અપીલ કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh