Advertisement
Author: નોબત સમાચાર

ફેમિલી કોર્ટના સજાના વોરંટ પછી નાસી ગયેલા આરોપીની સુરતમાંથી અટકાયત

શેઠવડાળા પોલીસે લોકેશનના આધારે સગડ દબાવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામજોધપુરના નંદાણા ગામના એક શખ્સ સામે ચારેક મહિના પહેલાં જુનાગઢની ફેમિલી કોર્ટે બે વર્ષ જૂના એક કેસમાં સજાનું વોરંટ ઈસ્યુ કર્યું હતું. ત્યારથી નાસતા ફરતા આ આરોપીને શેઠવડાળા પોલીસે સુરતમાંથી દબોચી જેલમાં ધકેલી દીધો છે.

જામજોધપુર તાલુકાના નંદાણા ગામના રહેવાસી હરેશ ગોરધનદાસ નિરંજની નામના શખ્સ સામે જુનાગઢની ફેમિલી કોર્ટે બે વર્ષ પહેલાં નોંધાયેલા એક ગુન્હામાં સજાનું વોરંટ ઈસ્યુ કર્યું હતું. ત્યારથી આ શખ્સ નાસતો ફરતો હતો.

આ આરોપીના સગડ દબાવતી શેઠવડાળા પોલીસને હરેશ સુરતના અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન હેઠળના એક વિસ્તારમાં હોવાનું લોકેશન મળ્યું હતું. જેના પગલે સ્થાનિક પોલીસની મદદ મેળવી શેઠવડાળા પોલીસે આ શખ્સને સુરતમાંથી દબોચી લીધો છે અને અદાલતના જેલ વોરંટના આધારે જામનગરની જિલ્લા જેલમાં ધકેલી દીધો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh