Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકા-ઈઝરાયલ-ઈરાન સંઘર્ષના કારણે મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનકઃ
જામનગર તા. ૨૩: યુદ્ધની સ્થિતિ ચિંતાજનક છે. ત્યારે દુનિયામાં ભારત તરફથી લોકસભાથી સમાન સંદેશો પહોંચે તે જરૂરી. ભારતના તેલ, ગેસ, ખાતર વગેરે અંગે સતત નજર રાખી રહ્યું છે. તેમ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં જણાવ્યું હતું.
આજે બપોરે બે વાગ્યે લોકસભામાં નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે ઈઝરાયલ, અમેરિકા, ઈરાનના યુદ્ધની દુનિયાભરમાં અસર જોવા મળી રહી છે. ભારતમાં તેની ઓછી અસર થાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મે પશ્ચિમ એશિયાના અનેક દેશોના વડા સાથે વાતચીત કરી છે. યુદ્ધની સ્થિતિમાં પ્રભાવિત પરિવારોને મદદ કરવામાં આવી રહી છે. સતત ૨૪ કલાક કંટ્રોલ રૂમ ચાલી રહ્યું છે. દુનિયાના દેશો યુદ્ધ અંગે સમાધાન ઈચ્છી રહ્યા છે. એક કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહે છે. કામ કરે છે. જો કે દુઃખદ બાબત એ છે કે હુમલામાં અમુક ઘાયલ, મૃત્યુ થયા છે. આવા પરિવારોને શકય તમામ મદદ કરવામાં આવી રહી છે. ટુરીસ્ટોને પણ શકય તમામ મદદ થઈ રહી છે. ભારતીયોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
ઈરાનથી ૧૦૦૦ ભારતીયો પરત આવ્યા છે જેમાં ૭૦૦ વિદ્યાર્થીઓ છે.
કાચુ તેલ, ગેસ, ફર્ટીલાઈઝર વગેરે હોર્મુઝના માર્ગે આવે છે. ત્યાંથી આવન જાવન કઠીન છે. પરંતુ વાતચીતથી આ માર્ગે જહાજો આવી રહ્યા છે. પેટ્રોલ-ડિઝલ, ગેસની સપ્લાને અસર થાય નહીં તેની તકેદારી રાખવમાં આવી છે. આપણે ૬૦ ટકા એલ.પી.જી. આયાત કરીએ છીએ. ગેસ, તેલ, પેટ્રોલ, ડિઝલનુ સંચાલન સુચારૂ રૂપે થાય તે બાબતે કામગીરી થઈ રહી છે. ભારત પાસે ૫૩ લાખ મેટ્રીક ટન ફયુઅલ છે.
વડાપ્રધાને ખાસ જણાવ્યું હતું કે પેટ્રોલ-ડિઝલના વિકલ્પની વ્યવસ્થા મજબૂત બનાવાઈ છે. રેલવેમાં વીજળીકરણથી ખૂબ જ ફાયદો થયો છે જેને ૧૮૦ કરોડ લીટર ડિઝલની જરૂર રહે છે. ઈલેકટ્રીક બસો પણ રાજ્યમાં ચલાવાઈ છે. આમ વૈકિલ્પક વ્યવસ્થા ઉપર સારૂ કામ થયંુ છે.
એનર્જીએ ઈકોનોમીની રીડ છે. પરંતુ હાલ દુનિયા પ્રભાવિત છે. પરંતુ ભારતમાં તેની અશર ઓછી જોવા મળે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. એક સમયે ૨૭ દેશમાંથી આયાત થતી હતી આજે ૪૧ દેશોમાંથી થાય છે.
આખરે તેમણે કહ્યું હતું કે, વહેલી તકે યુદ્ધ સમાપ્ત થાય તે જરૂરી છે. યુદ્ધને લઈને ભારતની નીતિ સ્પષ્ટ છે. ભારતે ગલ્ફના મોટા નેતાઓ સાથે વાત કરવામાં આવી છે. અને તણાવને સમાપ્ત કરવા માટે વાતચીત કરવામાં આવી છે. ઈન્ફ્રાસ્ટ્રકચર પર કરવામાં આવેલા હુમલા સામે વાંધો પણ ઉઠાવવામાં આવ્યો છે. હોર્મુઝમાં અવરોધન ઉત્પન્ન કરવો તે સ્વીકાર્ય નથી. જલદીથી યુદ્ધ સમાપ્ત થવું જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial