Advertisement
Author: નોબત સમાચાર

માતાના કહેવાથી માઠું લાગી આવતા નવપરિણીત યુવાને ટ્રેન આડે ઝંપલાવ્યું: કોન્ટ્રાક્ટર યુવકનો અકળ કારણથી ગળાફાંસો

પિતાએ પુત્રીને પ્રેમી સાથે જોઈ લેતાં ડઘાયેલી યુવતીની આત્મહત્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના એક કોન્ટ્રાક્ટર યુવાને શુક્રવારે રાત્રે પોતાના ઘરમાં અકળ કારણથી ગળાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે એકાદ મહિના પહેલાં જ લગ્ન કરનાર યુવાનને તેના માતાએ રિવાજ મુજબ બહારગામ સંબંધીને ત્યાં રોટલો ખાવા જવા માટે કહેતા માઠું લાગી આવવાથી આ યુવાને ટ્રેન આડે ઝંપલાવી જિંદગીનો અંત આણ્યો છે. ધ્રોલના સોયલમાં પોતાના ઘરમાં પ્રેમી સાથે વાત કરી રહેલી યુવતીના પિતા અચાનક આવી જતાં ડઘાઈ ગયેલી યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે ત્રણેય બનાવની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

જામનગરના બેડી નજીકના રિંગ રોડ પર આવેલી શિવ ટાઉનશિપમાં રહેતા જસ્મીનભાઈ મનસુખભાઈ શિંગડીયા નામના કોન્ટ્રાક્ટરના નાનાભાઈ અવીકુમાર મનસુખભાઈ શિંગડીયા (ઉ.વ.૨૧)એ કોઈ અકળ કારણથી શુક્રવારની રાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની શનિવારે સવારે મોટાભાઈ જસ્મીનભાઈને જાણ થઈ હતી. તેઓએ અવીભાઈને નીચે ઉતારી સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા જસ્મીનભાઇએ પોલીસને વાકેફ કરી છે. સીટી સી ડિવિઝન પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી જસ્મીનભાઇનું નિવેદન નોંધ્યું છે. કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.

જામનગરના રામેશ્વરનગર વિસ્તાર પાસે આવેલા ટીબી પાંચ બંગલા નજીક રાંદલનગરમાં વસવાટ કરતા ભરતભાઈ કરસનભાઈ ડાંગર નામના પ્રૌઢના ૨૧ વર્ષના પુત્ર હર્ષભાઈએ શનિવારે બપોરે હાપા રેલવે સ્ટેશન નજીક પહોંચી જઈ ત્યાં રેલવે ટ્રેક પર ઉભા રહી ટ્રેનની રાહ જોયા પછી ત્યાંથી પસાર થયેલી માલ ગાડી હેઠળ ઝંપલાવ્યું હતું.

આ યુવાનને એન્જિનની તોતીંગ ટક્કર વાગતા ગંભીર ઈજા થયા પછી તેમનું મૃત્યુ નિપજ્યું છે. બનાવની જાણ કરવામાં આવતા બેડી મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા મૃતક યુવાનના પરિવારજનો દોડી ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યા પછી પિતા ભરતભાઈનું નિવેદન નોંધ્યું છે.

જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેઓના પુત્ર હર્ષના એકાદ મહિના પહેલાં લગ્ન થયા હતા. તે પછી જ્ઞાતિના રિવાજ મુજબ તેઓને બહારગામ રોટલા ખાવા માટે જવાનું હતું તે માટે તેના માતાએ કહેતા હર્ષભાઈએ ના પાડયા પછી માઠું લાગી આવવાથી આત્મહત્યા કરી છે. પોલીસે નિવેદન પરથી તપાસ હાથ ધરી છે.

ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં રહેતા સીંધાભાઈ હરજીભાઈ ઝાપડા નામના પ્રૌઢ અને તેમના પરિવારજનો ગઈકાલે વીસ વર્ષની પુત્રી હેતલને ઘેર મૂકી બહાર ગયા પછી જ્યારે પરત આવ્યા તે દરમિયાન ઘરમાં હેતલ તથા એક અજાણ્યો શખ્સ જોવા મળતા અને આ યુવક હેતલના પિતાને જોઈને નાસવા માંડતા સીંધાભાઈએ તેનો પીછો શરૂ કર્યાે હતો. તે દરમિયાન પોતાના આ પ્રેમી અંગે પિતાને જાણ થઈ ગઈ હોવાનું જણાઈ આવતા ડઘાયેલી હેતલે પોતાના ઘરમાં એક ઓરડામાં પંખામાં ચુંદડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. ચારેક વાગ્યે પરત આવેલા સીંધાભાઈએ પોતાની પુત્રીને પંખાના હુંકમાં લગકતી જોઈને પોલીસને જાણ કરી હતી. દોડી ગયેલા ધ્રોલના પીએસઆઈ એમ.એમ. કુંભરવાડીયાએ મૃતદેહનો કબજો સંભાળ્યા પછી પિતા સીંધાભાઈનું નિવેદન નોંધ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh